13 February, 2026 07:33 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
૨૦૨૧થી ૨૦૨૫ દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશની મુલાકાતોનો કુલ ખર્ચ ૪૬૨.૫૮ કરોડ રૂપિયા થયો હતો. ૪૩ દેશોમાં ફેલાયેલી આ મુલાકાતોમાં અનેક દેશોનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક કરતાં વધારે વખત પ્રવાસ કર્યો હતો.
અમેરિકા, યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) અને જપાનની વડા પ્રધાને ચાર-ચાર વાર મુલાકાતો લીધી હતી. તેમણે ફ્રાન્સની ૩ વાર મુલાકાત લીધી હતી; જ્યારે યુનાઇટેડ કિંગડમ, સાઉથ આફ્રિકા, રશિયા અને બ્રાઝિલ સહિતના ઘણા દેશોની બે વાર મુલાકાત લીધી હતી.
ખર્ચની દૃષ્ટિએ કુલ ખર્ચમાં અમેરિકાની મુલાકાતનો ખર્ચ સૌથી વધારે હતો. અમેરિકાની ૪ મુલાકાતોમાં ૭૪.૪ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, જે કુલ વિદેશી મુલાકાતના ખર્ચના ૧૬ ટકાથી થોડો વધારે હતો. જપાન અને ફ્રાન્સની મુલાકાતમાં કુલ ખર્ચનો ૯ ટકા હિસ્સો હતો.