31 May, 2023 09:54 PM IST | Ajmer | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર
રાજસ્થાનમાં (Rajasthan) આ વર્ષના અંત સુધી વિધાનસભા ચૂંટણી થવાની છે. આથી પીએમની અજમેરમાં થતી જનસભાને ચૂંટણીકીય માનવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા આઠ મહિનામાં છઠી વાર રાજસ્થાનના પ્રવાસે ગયા છે. આ પહેલા તાજેતરમાં જ પીએણ સિરોહીના આબૂરોડ ગયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે, 31 મેના રોજ રાજસ્થાનના પ્રવાસે ગયા હતા. પીએમ મોદીએ પુષ્કર પહોંચીને પહેલા બ્રહ્મા મંદિરમાં દર્શન કર્યા, ત્યાર બાદ અજમેરમાં જનસભાનું સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કૉંગ્રેસને નિશાને લીધા.
પીએમ મોદીએ કહ્યું, "કૉંગ્રેસે વીરો સાથે પણ હંમેશાં દગો કર્યો છે. આ એ જ કૉંગ્રેસ છે જે `વન રેન્ક વન પેન્શન`ના નામે આપણાં પૂર્વ સૈનિકો સાથે વિશ્વાસઘાત કરતી આવી છે. ભાજપ સરકારે ફક્ત વન રેન્ક વન પેન્શન લાગુ કર્યું છે એટલું જ નહીં પણ પૂર્વ સૈનિકોને એરિઅર્સ પણ આપ્યા છે. આપણા દેશમાં વિકાસના કામમાં બધા માટે પૈસાની ક્યારેય અછત નહોતી. પણ એ જરૂરી હોય છે કે જે પૈસા સરકાર મોકલે, તે આખી રકમ વિકાસ કાર્યોમાં લાગે. પણ કૉંગ્રેસે પોતાના શાસનમાં દેશનું લોહી ચૂસનારી એવી ભ્રષ્ટ વ્યવસ્થા બનાવી દીધી હતી, જે દેશના વિકાસને કોરી ખાતી હતી."
તેમણે આગળ કહ્યું, "પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ પણ માન્યું હતું કે કૉંગ્રેસ સરકાર 100 પૈસા મોકલે છે તો તેમાંથી 85 પૈસા ભ્રષ્ટાચારોને ભેટ ચડતા હતા. કૉંગ્રેસ દરેક યોજનામાં 85 ટકા કમીશન ખાનારી પાર્ટી છે. જ્યારે લૂંટની વાત થાય છે તો કૉંગ્રેસ કોઈનામાં ભેદભાવ નથી કરતી. કૉંગ્રેસ દેશના દરેક નાગરિકને... ગરીબ, શોષિત, આદિવાસી, અલ્પસંખ્યક, મહિલા અને દિવ્યાંગ બધાને સમાન ભાવે લૂંટે છે."
પીએમ મોદીએ કહ્યું કે દેશની દરેક સફળતાની પાછળ ભારતના લોકોની મહેનત છે, ભારતના લોકોનો પરસેવો છે. આ ભારતના જ લોકો છે જેમણે મહામારી બાદ દેશની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈ પર પહોંચાડી છે. આ ભારતના લોકો જ છે, જેમણે કારણે આજે વિશ્વ કહે છે કે આ દાયકો ભારતનો દાયકો છે, આ સદી ભારતની સદી છે.
નવા સંસદ ભવનનો ઉલલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "ભારતને નવું સંસદ ભવન મળ્યું છે. પણ કૉંગ્રેસે ભારતના ગૌરવની આક્ષણને પણ પોતાના સ્વાર્થી વિરોધની ભેટ ચડાવી દીદી. કૉંગ્રેસે 60 હજાર શ્રમિકોના પરિશ્રમનો, દેશની ભાવનાઓ અને આકાંક્ષાઓનું અપમાન કર્યું છે."
આ પણ વાંચો : સાવિત્રીબાઈ ફુલે પર વિવાદિત લેખ થકી NCP ઊગ્ર, કમિશનર પાસે કરી કાર્યવાહીની માગ
જણાવવાનું કે રાજસ્થાનમાં આ વર્ષના અંત સુધી વિધાનસભા ચૂંટણી થવાની છે. આથી પીએમ મોદીની અજમેરમાં થતી જનસભા ચૂંટણીકીય જનસભા માનવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા આઠ મહિનામાં છઠ્ઠીવાર રાજસ્થાનના પ્રવાસે ગયા છે. આ પહેલા તેઓ તાજેતરમાં જ પીએમ સિરોહીના આબૂરોડ ગયા હતા.