08 November, 2021 02:38 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
સુષ્મા સ્વરાજ, કંગના રનૌત અને પીવી સિંધુ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે 2020માં પદ્મ પુરસ્કાર માટે પસંદ થયેલી હસ્તીઓને સન્માનિત કર્યા છે. આના માટે નામોની જાહેરાત ગત વર્ષે જ કરવામાં આવી હતી. અલગ અલગ ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપવા બદલ નાગરિકોને આજે ત્રણ શ્રેણીઓમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યાં છે.
આ વર્ષે પદ્મ વિભૂષણ માટે સુષ્મા સ્વરાજની નામ નક્કી કરવામાં આવ્યું હતું. તેમને આ સન્માન મરણોપરાંત આપ્યું આવ્યું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસેથી આ પુરસ્કાર લેવા તેમની પુત્રી બાંસુરી સ્વરાજ રાષ્ટ્રભવન પહોંચી હતી.
બૉલિવૂડની ક્વિન કંગના રનૌતને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. કંગનાને તાજેતરમાં જ રાષ્ટ્રીય પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવી હતી.
પાકિસ્તાનની નાગરિકતા છોડી ભારતની નાગરિકતા લેનારા ફેમસ સિંગર અદનાન સામીને પણ રામનાથ કોવિંદે પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે.
આ ઉપરાંત રાષ્ટપતિએ બેડમિન્ટન સ્ટાર ખેલાડી પીવી સિંધુને પદ્મ ભૂષણ પુરસ્કાર એનાયત કરી તેના યોગદાનને બિરદાવ્યું છે. પીવી સિંધુએ અત્યાર સુધીમાં ભારત માટે અનેક આંતરરાષ્ટ્રીય ખિતાબ જીતી ચુકી છે.
એર માર્શલ પદ્મ બંદોપાધ્યાયને તબીબી ક્ષેત્રમાં તેમની સેવા બદલ રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોકપ્રિય હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા.
ICMRના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક ડૉ રમણ ગંગાખેડકરને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કોરોના રોગચાળા દરમિયાન, ડૉક્ટર ગંગાખેડકરે વારંવાર પ્રેસ કોન્ફરન્સ યોજીને લોકોને મહત્વપૂર્ણ માહિતી આપવાનું ચાલુ રાખ્યું હતું.
ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલને પણ રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. રાનીની કપ્તાનીમાં મહિલા ટીમે આ વખતે ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.