હર ઘર તિરંગા અભિયાન માટે નરેન્દ્ર મોદીએ DPમાં તિરંગો મૂક્યો

10 August, 2024 12:10 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીમાં ૧૩ ઑગસ્ટે તિરંગા બાઇક રૅલીનું પણ આયોજન થશે

નરેન્દ્ર મોદીનું સોશિયલ અકાઉન્ટ ડીપી

‘હર ઘર તિરંગા’ ઝુંબેશના ત્રીજા અભિયાનને સફળ બનાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે તેમની સોશ્યલ મીડિયાનાં તેમનાં અકાઉન્ટ્સ પરના ડિસ્પ્લે પિક્ચર (DP)માં તિરંગો મૂક્યો હતો અને દેશવાસીઓને પણ એમ કરવાની અપીલ કરી છે. સ્વતંત્રતા દિનના ૬ દિવસ પહેલાં વડા પ્રધાન મોદીએ આમ કરીને ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા માટે લોકોને વિનંતી કરી છે. ‘હર ઘર તિરંગા’ અભિયાન ૯થી ૧૫ ઑગસ્ટ સુધી ચાલશે અને એમાં ભારતના દરેક નાગરિકને તેમના ઘર પર તિરંગો લહેરાવવા માટે વિનંતી કરવામાં આવે છે. દિલ્હીમાં ૧૩ ઑગસ્ટે તિરંગા બાઇક રૅલીનું પણ આયોજન થશે જે પ્રગતિ મેદાનના ભારત મંડપમમાંથી શરૂ થશે અને ઇન્ડિયા ગેટના રસ્તે એ મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ સુધી જશે.

national news india narendra modi independence day social media