સંગીતકાર પ્યારેલાલને ઘરે જઈને પદ‍્મભૂષણ અવૉર્ડ આપવામાં આવ્યો

16 June, 2024 07:33 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીમાં ૯ મેએ આયોજિત કરવામાં આવેલા પદ‍્મ અવૉર્ડ‍્સના ફંક્શનમાં તેઓ નાદુરસ્ત તબિયતને કારણે જઈ નહોતા શક્યા

પ્યારેલાલ શર્મા

ભારત સરકારે વિખ્યાત સંગીતકાર બેલડી લક્ષ્મીકાંત-પ્યારેલાલ ફેમ પ્યારેલાલ શર્માને પદ‍્મભૂષણ અવૉર્ડ જાહેર કર્યો હતો, પરંતુ દિલ્હીમાં ૯ મેએ આયોજિત કરવામાં આવેલા પદ‍્મ અવૉર્ડ‍્સના ફંક્શનમાં તેઓ નાદુરસ્ત તબિયતને કારણે જઈ નહોતા શક્યા. આથી મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી ડૉ. નીતિન કરીર અને ચીફ પ્રોટોકૉલ સેક્રેટરી મનીષા પાટણકરે મુંબઈમાં પ્યારેલાલ શર્માને તેમના ઘરે જઈને ગઈ કાલે આ અવૉર્ડ એનાયત કર્યો હતો. 

national news padma bhushan indian music indian classical music mumbai