23 November, 2026 10:34 AM IST | Vaishno Devi | Gujarati Mid-day Correspondent
વૈષ્ણોદેવી
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકુટા હિલ્સ પર આવેલા માતા વૈષ્ણોદેવી મંદિરમાં આ વર્ષે એક કરોડથી વધારે ભાવિકો દર્શન કરશે એવી શક્યતા છે. શ્રાઇન બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર ૨૦૨૬માં અત્યાર સુધીમાં ૮૭ લાખ ભક્તો મંદિરની મુલાકાત લઈ ચૂ ક્યા છે અને વર્ષના અંત પહેલાં આ સંખ્યા એક કરોડના આંકડાને પાર કરે એવી અપેક્ષા છે. આ વર્ષે શ્રદ્ધાળુઓનો મોટો ધસારો શ્રાઇન બોર્ડ દ્વારા યાત્રાળુઓ માટે પૂરી પાડવામાં આવેલી સુધારેલી વ્યવસ્થા અને સુવિધાઓને આભારી છે. માતા વૈષ્ણોદેવી મંદિરમાં મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીના પ્રતીક સમી ત્રણ કુદરતી પિંડીઓની પૂજા કરવામાં આવે છે.
૨૦૨૫માં સમગ્ર વર્ષમાં ૬૯.૭૮ લાખ ભાવિકોએ દર્શન કર્યાં હતાં. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધીમાં ૧૭.૨૨ લાખ વધુ ભક્તો માતા વૈષ્ણોદેવીનાં દર્શન કરવા આવ્યા છે. શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-નવી દિલ્હી વંદે ભારત સહિત ઘણી ટ્રેનોના સમય બદલાયા છે. રેલવેએ નવું સમયપત્રક જાહેર કર્યું છે.