02 August, 2024 08:34 AM IST | Karnataka | Gujarati Mid-day Correspondent
મોહનદાસ પૈ
કર્ણાટકની ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) ઑફિસે ઇન્ફોસિસને ૩૨,૪૦૩ કરોડ રૂપિયાની ટૅક્સની ચોરીના મામલે આપેલી પ્રી-શો કૉઝ નોટિસને આ કંપનીના એક સમયના ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસર (CFO) મોહનદાસ પૈએ ટૅક્સ ટેરરિઝમની ચરમસીમા ગણાવી છે. તેમણે આને ઇન્કમ ટૅક્સના અધિકારીઓની મનમાની ગણાવીને કહ્યું હતું કે જો આ નોટિસની વાત સાચી હોય તો એ આઘાતજનક છે. જોકે કંપનીએ આ બાબતે જાહેર કરેલા સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘અમારી કંપનીની વિદેશની બ્રાન્ચોએ જુલાઈ ૨૦૧૭થી માર્ચ ૨૦૨૨ વચ્ચે જે ખર્ચા કર્યા હતા એના પર ૩૨,૪૦૩ કરોડ રૂપિયાનો GST ભરવાનો બાકી હોવાનું કહીને આ પ્રી- શો કૉઝ નોટિસ આપી છે. અમે આ નોટિસનો સત્તાવાર જવાબ આપી દીધો છે.’ મોહનદાસ પૈએ વધુમાં કહ્યું હતું કે ‘ભારતની બહાર આપવામાં આવેલી સર્વિસ GSTના દાયરામાં નથી આવતી. શું અધિકારીઓ તેમને મન ફાવે એમ અર્થઘટન કરી શકે?’