midday

લંડનમાં તિરંગાનું અપમાન કરનારા ખાલિસ્તાનીઓને ભારતે આપ્યો જવાબ

21 March, 2023 11:39 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ખાલિસ્તાનના સમર્થકોએ રવિવારે ભારતીય દૂતાવાસની બહાર અલગાવવાદી નેતા અમ્રિતપાલ સિંહના સમર્થનમાં ઝંડા અને પોસ્ટર સાથે વિરોધ-પ્રદર્શન કર્યું હતું
રવિવારે લંડનમાં આવેલા ભારતીય દૂતાવાસમાં ત્રિરંગાને હટાવતા ખાલિસ્તાનના સમર્થકો અને ત્યાર બાદ ફરકાવાયેલો વિશાળ ત્રિરંગો.

રવિવારે લંડનમાં આવેલા ભારતીય દૂતાવાસમાં ત્રિરંગાને હટાવતા ખાલિસ્તાનના સમર્થકો અને ત્યાર બાદ ફરકાવાયેલો વિશાળ ત્રિરંગો.

ભારતીય દૂતાવાસે ખાલિસ્તાનીઓના ઉપદ્રવનો જોરદાર જવાબ આપ્યો છે. લંડનમાં રવિવારે ખાલિસ્તાનીઓએ ભારતીય ત્રિરંગાને કાઢીને ફેંક્યો હતો. જોકે હવે ત્યાં પહેલાં કરતાં પણ મોટો ઝંડો ફરકાવીને ખાલિસ્તાનીઓને જવાબ આપ્યો છે. ખાલિસ્તાનના સમર્થકોએ રવિવારે ભારતીય દૂતાવાસની બહાર અલગાવવાદી નેતા અમ્રિતપાલ સિંહના સમર્થનમાં ઝંડા અને પોસ્ટર સાથે વિરોધ-પ્રદર્શન કર્યું હતું, જેમાં તેને મુક્ત કરોના નારાઓ લગાવ્યા હતા. દરમ્યાન એક વ્યક્તિએ ભારતીય ત્રિરંગાને હટાવી પણ દીધો હતો.

Whatsapp-channel
london punjab international news indian flag