મણિપુરમાં બે વર્ષના બાળકની માથા વગરની અને સિનિયર સિટિઝનની અર્ધનગ્ન હાલતમાં ડેડ-બૉડી મળી આવી

18 November, 2024 11:33 AM IST  |  Imphal | Gujarati Mid-day Correspondent

હિંસાગ્રસ્ત મણિપુરમાં છ જણના મૃતદેહ મળી આવ્યા બાદ ગઈ કાલે વધુ બે મૃતદેહ મળ્યા હતા, જેમાં બે વર્ષના બાળકનો માથા વગરનો અને સિનિયર સિટિઝન મહિલાનો નદીમાંથી અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

હિંસાગ્રસ્ત મણિપુરમાં છ જણના મૃતદેહ મળી આવ્યા બાદ ગઈ કાલે વધુ બે મૃતદેહ મળ્યા હતા, જેમાં બે વર્ષના બાળકનો માથા વગરનો અને સિનિયર સિટિઝન મહિલાનો નદીમાંથી અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. આ મૃતદેહના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ કરવામાં આવ્યા હોવાથી પરિસ્થિતિ વધુ તનાવગ્રસ્ત થઈ ગઈ હતી.

આને લીધે ત્યાંની પરિસ્થિતિ વધારે નાજુક થઈ ગઈ છે અને કેન્દ્રીય સુરક્ષા બળ હરકતમાં આવી ગયું છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના ડિરેક્ટર જનરલ અનીસ દયાલ મણિપુર પહોંચી ગયા છે. બીજી બાજુ કેન્દ્રીય ગૃહપ્રધાન પણ મહારાષ્ટ્રની પોતાની સભા રદ કરીને પરિસ્થિતિ પર નજર રાખવા માટે દિલ્હી પહોંચી ગયા હતા.

મણિપુરના જે વિસ્તોરોમાં કરફ્યુમાં ઢીલ આપવામાં આવી હતી ત્યાં ફરીથી કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. અમુક વિસ્તારોમાં ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. સૌથી વધારે તનાવ રાજ્યના બિશ્નુપુર, ઇમ્ફાલ અને જીરિબામમાં છે.

મંગળવારે જિરીબામમાંથી એક પરિવારના છ જણનું અપહરણ કરવામાં આવ્યા બાદ શનિવારે તેમના મૃતદેહ મળી આવતાં રાજ્યમાં હિંસા ફેલાઈ હતી. કુકી ઉગ્રવાદીઓએ મૈતેઈ સમાજના આ લોકોનું અપહરણ કર્યું હોવાનો આરોપ છે. આ ઘટના સામે આવ્યા બાદ શનિવારે રાતે ગુસ્સે ભરાયેલા લોકોએ રાજ્યના મુખ્ય પ્રધાન સહિત બે મંત્રી અને ત્રણ વિધાનસભ્યોના ઘર પર હુમલો કર્યો હતો.

manipur Crime News murder case national news news india