Lok Sabha Elections 2024: કેમ અચાનક માયાવતીની ભત્રીજા પરથી ઊતરી માયા? રાજકીય વારસદારનું પદ લઈ લીધું પાછું

08 May, 2024 09:57 AM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Lok Sabha Elections 2024: માયાવતીએ આ માટે પરિપક્વતાના અભાવનું કારણ આપ્યું હતું. અને આ જ કારણોસર હવે વિવિધ સવાલ ઉઠી રહ્યા છે.

BSP સુપ્રીમો માયાવતી અને આકાશ આનંદ

ચૂંટણી (Lok Sabha Elections 2024)ના માહોલ વચ્ચે BSPના વડા માયાવતીએ એક મહત્વનો નિર્ણય લીધો હતો જે હવે ચર્ચામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે માયાવતી તેમના ભત્રીજા આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક અને તેમના અનુગામી પદ પર મૂકવાના હતા પરંતુ હવે એવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે તેઓએ પોતાના આ નિર્ણયને પાછો ખેંચી લીધો છે. 

શા માટે માયાવતીએ પોતાના અ નિર્ણયને પાછો ખેંચ્યો?

માયાવતીએ આ માટે પરિપક્વતાના અભાવનું કારણ આપ્યું હતું. અને આ જ કારણોસર હવે સવાલ ઉઠી રહ્યો છે કે ચૂંટણી (Lok Sabha Elections 2024)ની મોસમમાં બસપાના વડાને આટલું મોટું પગલું ભરવા માટે મજબૂર શું થયું?

આ બાબતે પોસ્ટ કરીને શું કહ્યું માયાવતીએ?

માયાવતીએ મંગળવારે મોડી રાત્રે એક્સ પર એક ટ્વિટ કર્યું હતું અને તેણે ત્યાં લખ્યું હતું કે, BSP એ એક પક્ષ હોવાની સાથે જ બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના સ્વાભિમાન અને સામાજિક પરિવર્તન માટેનું આંદોલન સુદ્ધાં છે. જેના માટે શ્રી કાંશીરામ જી અને હું મારી જાતને પણ તેમણે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે. અને નવી પેઢી પણ તેને વેગ આપવા માટે તૈયાર થઈ રહી છે.

તે જ ક્રમમાં પાર્ટીમાં અન્ય લોકોને પ્રમોટ કરવાની સાથે તેમણે આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક અને તેમના અનુગામી તરીકે જાહેર કર્યા હતા, પરંતુ જ્યાં સુધી તેઓ પક્ષ અને આંદોલનના વિશાળ હિતમાં સંપૂર્ણ પરિપક્વતા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેમને મહત્વપૂર્ણ જવાબદારીઓથી અલગ કરવામાં આવી રહ્યા છે. જોકે તેમના પિતા આનંદ કુમાર પહેલાની જેમ પાર્ટી અને આંદોલનમાં તેમની જવાબદારીઓ નિભાવતા રહેશે.

Lok Sabha Elections 2024: માયાવતીની રાજનીતિની એક મોટી વિશેષતા એ રહી છે કે જ્યારે તેઓ તેમના વિરોધીઓ પર હુમલો કરે છે ત્યારે પણ તેઓ તેમને ખાંડની ચાસણીમાં ભેળવીને કરે છે. તેણીએ ક્યારેય પોતાનો ગુસ્સો ગુમાવ્યો નથી; હવે આકાશ આનંદને બસપાના વડાની એ રાજનીતિમાં રસ નહોતો. તેઓ સભાની સામે જૂતાં મારવા જેવા નિવેદનો આપે છે અને તે ઉપરાંત તેઓ યુપી સરકારને આતંકની સરકાર પણ કહે છે. ગુસ્સો તેમના નાક પર હંમેશા રહે છે અને તેઓ રેલીઓમાં ઘણા પ્રસંગોએ અપશબ્દો બોલવાનું ટાળતા નથી.

શું આકાશ આનંદ દ્વારા વાપરવામાં આવતા શબ્દો પણ નાખુશ છે માયાવતી?

Lok Sabha Elections 2024: જો આપણે રાજકીય સૂત્રોનું માનીએ તો આકાશ આનંદ જે રીતે પોતાના ભાષણોમાં શબ્દોનો ઉપયોગ કરે છે તેનાથી માયાવતી ખુશ નથી. આ આક્રમક શૈલીને કારણે તેમને ડર હતો કે તેમની પાર્ટીને ચૂંટણીમાં ફાયદા કરતાં વધુ નુકસાન થશે.

એવું પણ કહેવાય છે કે આમપણ થોડા દિવસો પહેલા આકાશ આનંદ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ ત્યારે બન્યું જ્યારે BSP ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. આવા પગલાંથી પાર્ટીની ઈમેજ વધુ ખરાબ થતી હોય છે. આ કારણથી જ માયાવતીએ આકાશ આનંદને પદ પરથી હટાવીને તેને બલિદાન ગણાવ્યું હોય શકે.

Lok Sabha Election 2024 mayawati bahujan samaj party national news india