Kolkata Crime News: રાઈડ કેન્સલ કરાવતાં બાઈકરે આ રીતે હેરાન કરી મહિલાને- અશ્લીલ કન્ટેન્ટ મોકલ્યું

03 November, 2024 10:25 AM IST  |  Kolkata | Gujarati Mid-day Online Correspondent

Kolkata Crime News: ડૉક્ટર મહિલાએ એપ દ્વારા રાઈડ બુક કરાવી હતી અને પછી સંજોગોવશાત તેણે રાઇડ કેન્સલ કરવી પડી હતી

પ્રતીકાત્મક તસવીર

કોલકતામાંથી ફરી એકવાર શરમજનક કૃત્ય (Kolkata Crime News) સામે આવ્યું છે. અહીં એક મહિલા જુનિયર ડૉક્ટરે એક એપ-આધારિત બાઇકર પર આરોપ લગાવ્યો હતો. 

રાઈડ કેન્સલ કરાવતાં જ બાઈકરે મહિલાને અભદ્ર ક્લિપ્સ મોકલી

વાત કૈંક એમ છે કે આ ડૉક્ટર મહિલાએ એપ દ્વારા રાઈડ બુક કરાવી હતી અને પછી સંજોગોવશાત તેણે રાઇડ કેન્સલ કરવી પડી હતી. જ્યારે આ મહિલાએ પોતાની રાઈડ કેન્સલ કરાવી તો બાઈકરે તેના મોબાઇલમાં મહિલાને પોર્નોગ્રાફી કન્ટેન્ટ મોકલીને સતામણી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મહિલાએ આ બાબતે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જેના પગલે પોલીસ દ્વારા આરોપી બાઇકરની ધરપકડ કરવામાં આવી છે.

કોણ છે આ આરોપી- માહિતી આવી સામે 

જ્યારે મહિલા ડોક્ટરે ફરિયાદ શરૂ કરી અને ત્યારે પોલીસ દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવી હતી. અને શુક્રવારે સવારે જ એપ બાઇકરની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ આરોપીની ઓળખ ૪૧ વર્ષના રાજુ દાસ તરીકે કરવામાં આવી છે. જે મુકુંદાપુરમાં રહે છે. 

મહિલાએ કેમ કેન્સલ કરાવી હતી રાઈડ?

Kolkata Crime News: ફરિયાદી મહિલાના જણાવ્યા અનુસાર જ્યારે મહિલાએ રાઈડ બુક કરાવી ત્યારે બાઈકરે મહિલાને કહ્યું હતું કે તે મોડેથી આવશે. પણ મહિલાને ક્યાંક પહોંચવાની ઉતાવળ હતી. માટે જ તેણે તે રાઈડ કેન્સલ કરાવી હતી. અને જ્યારે મહિલા બીજી કારમાં બેસી ગઈ હતી ત્યારે પેલા બાઈકરે મહિલાને ફોન કરીકરીને પરેશાન કરી હતી.

રાઇડરે મહિલાને કરી હેરાન- કર્યા અધધ આટલા ફોન 

તમને જણાવી ડી કે આ કેસમાં બન્યું એમ હતું કે મહિલાએ ગુરુવારે એક એપ આધારિત બાઇક બુક કરાવી હતી પરંતુ બાદમાં અનિવાર્ય સંજોગોને કારણે પોતાની રાઈડ કેન્સલ કરવી પડી હતી. બસ આટલી જ વાત પર બાઈકરે મહિલાને 17 વાર ફોન કરીને હેરાન કરી હતી. વારંવાર તે મહિલાને પૂછ્યા કરતો હતો કે હું આટલા બધા કિલોમીટર કાપીને તમારા સ્થાને પહોંચી ગયો છું, તો પછી શા માટે તેણે રાઈડ કેન્સલ કરાવી. પણ આ વાત આટલેથી અટકી હોય એમ નહોતું. આરોપીએ કથિત રીતે વોટ્સએપ પર અશ્લીલ વીડિયો મોકલવાનું શરૂ કર્યું હતું. જ્યારે મહિલાએ આ વિષે વાંધો ઉઠાવ્યો તો પેલા રાઈડરે મહિલાને અપશબ્દો (Kolkata Crime News) પણ કહ્યા હતા. 

રાઈડરે મહિલાને આપી હતી ધમકી 

Kolkata Crime News: માત્ર મહિલાએ રાઈડ કેન્સલ કરાવી બસ આટલી જ વાત પર બાઈકરે મહિલાને હેરાન કરી નાખી. આ સાથે જ તેણે મહિલાને કથિત રીતે ગભીર પરિણામોની ધમકી પણ આપી હતી. આ કેસ મામલે પોલીસ અધિકારીઓએ જણાવ્યા અનુસાર ડોક્ટરે પહેલા પોલીસ કમિશનર અને જોઈન્ટ સીપી ક્રાઈમને ઈ-ફરિયાદ નોંધાવી હતી. તેણે પૂર્વા જાદવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પહેલા સાયબર સેલને એક ઈમેલ પણ મોકલ્યો હતો.

national news india kolkata Crime News sexual crime social media