29 November, 2024 09:49 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
તાજ મહલ
દુનિયાની સાત અજાયબીમાં એક માનવામાં આવતા આગરાના તાજ મહલને જોવા માટે દુનિયાભરમાંથી લોકો આવે છે, પણ એની યોગ્ય રીતે જાળવણી થતી નથી એવી ફરિયાદો ઊઠી છે ત્યારે જાણવા મળે છે કે એની જાળવણી પાછળ સૌથી ઓછો ખર્ચ કરવામાં આવે છે. આર્કિયોલૉજિકલ સોસાયટી ઑફ ઇન્ડિયા (ASI) એની જાળવણી કરે છે, પણ આરોપ લગાવવામાં આવે છે કે એણે તાજ મહલને આવકનું સાધન બનાવી દીધો છે. ગયાં ત્રણ વર્ષમાં ટિકિટોના વેચાણથી તાજ મહલને ૯૧ કરોડ રૂપિયા મળ્યા છે, પણ આ સમયગાળા દરમ્યાન એની જાળવણી પાછળ માત્ર ૯.૪૧ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.