બળવાની અટકળો વચ્ચે ચંપાઈ સોરેને દિલ્હી પહોંચ્યા બાદ આપી પ્રતિક્રિયા? કહ્યું...

18 August, 2024 05:09 PM IST  |  Ranchi | Gujarati Mid-day Online Correspondent

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઍરપોર્ટ પર પહોંચ્યા પછી, ચંપાઈ સોરેને (Jharkhand Politics) સંભવિત પક્ષપલટા સાથે જોડાયેલા પ્રશ્નોની અવગણના કરી અને કહ્યું કે, “હું અહીં મારા અંગત કામ માટે આવ્યો છું.”

હેમંત સોરેનની ફાઇલ તસવીર

ઝારખંડની રાજનીતિ (Jharkhand Politics)માં મોટો ભૂકંપ આવવાના સંકેતો છે. અહીં પૂર્વ સીએમ ચંપાઈ સોરેન, જેઓએમએમથી નારાજ હોવાનું કહેવાય છે, તે દિલ્હી પહોંચી ગયા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે અહીં તેઓ પોતાના કેમ્પના 5-6 ધારાસભ્યો સાથે ભાજપ સાથે હાથ મિલાવી શકે છે. કેન્દ્રીય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ તેમના સીધા સંપર્કમાં હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. જ્યારે ચંપાઈ સોરેનને આ બાબતે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, તે ફક્ત અંગત કામથી દિલ્હી આવ્યા હતા. તેમનું કહેવું છે કે તેઓ તેમની પુત્રીને મળવા દિલ્હી આવ્યા છે.

વાસ્તવમાં, દિલ્હીના ઈન્દિરા ગાંધી ઍરપોર્ટ પર પહોંચ્યા પછી, ચંપાઈ સોરેને (Jharkhand Politics) સંભવિત પક્ષપલટા સાથે જોડાયેલા પ્રશ્નોની અવગણના કરી અને કહ્યું કે, “હું અહીં મારા અંગત કામ માટે આવ્યો છું.” સોરેને કહ્યું કે, તેમની પુત્રી દિલ્હીમાં રહે છે, જેના કારણે તેઓ દિલ્હી આવતા રહે છે, તેઓ તેમની પુત્રીને મળવા આવ્યા છે.

ચંપાઈ સોરેન વિશે શું અટકળો છે?

ચંપાઈ સોરેન (Jharkhand Politics) વિશે એવી અટકળો છે કે તે ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલા મોટો અપસેટ કરી શકે છે. ખાસ વાત એ છે કે તે કોલકાતાથી દિલ્હી આવ્યો છે. સુત્રો જણાવે છે કે, તેઓ કોલકાતામાં ભાજપના નેતા સુવેન્દુ અધિકારીને મળ્યા હતા. સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે ,ચંપાઈ સોરેન કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણના સીધા સંપર્કમાં છે. તમને જણાવી દઈએ કે, શિવરાજ સિંહ ચૌહાણ ભાજપના ઝારખંડની કમાન પણ સંભાળી રહ્યા છે.

ચંપાઈ સોરેને રાજકીય અટકળોને નકારી કાઢી

સૂત્રોના જણાવ્યા અનુસાર, ચંપાઈ સોરેન સાથે કોલકાતાથી દિલ્હી આવેલા લોકોમાં જેએમએમના અન્ય ચાર નેતાઓ પણ સામેલ છે. ચંપાઈ સોરેનના 5-6 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે તેવી રાજકીય અટકળો છે. એક તરફ એવી ચર્ચા ચાલી રહી છે કે ચંપાઈ સોરેન ભાજપમાં જોડાઈ શકે છે તો બીજી તરફ સોરેને અટકળોને ફગાવી દેતાં કહ્યું કે, “મને આવી અટકળો અને અહેવાલો વિશે કંઈ ખબર નથી, હું જ્યાં છું ત્યાં જ છું.”

સીએમ પદ ગુમાવવાથી નારાજગી

એ પણ નોંધનીય છે કે ચંપાઈ સોરેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના એકાઉન્ટમાંથી જેએમએમ નેતાની ઓળખ પણ હટાવી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ED દ્વારા ધરપકડ કરવામાં આવે તે પહેલા હેમંત સોરેનના રાજીનામાને કારણે ચંપાઈ સોરેન ઝારખંડના મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ જામીન મળ્યા બાદ હેમંત સોરેને તેમની પાસેથી મુખ્યમંત્રીની ખુરશી પાછી લઈ લીધી હતી. એવું માનવામાં આવે છે કે ચંપાઈ સોરેન મુખ્યમંત્રી પદ છોડવાથી નારાજ છે, જેના કારણે તેઓ હાલમાં હેમંત સોરેન સામે બળવો કરી રહ્યા છે.

champai soren hemant soren jharkhand news india national news