02 November, 2026 04:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૃતિક રોશન
હૃતિક રોશને તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક એવી પોસ્ટ શૅર કરી હતી જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ પોસ્ટમાં તેણે જીવન, સમજદારી અને આધ્યાત્મિકતા વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. હૃતિકની પોસ્ટમાં લખેલી એક વાતે સૌને વિચારતા કરી દીધા હતા. હૃતિકે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘તમે તમારા જીવનનો મોટો ભાગ સમજદારી અને સ્પષ્ટતાની શોધમાં વિતાવી દો છો અને અંતે સમજાય છે કે અજ્ઞાનતામાં જ સુખ હતું. ખરેખર, આ તો મૂર્ખાઓની દુનિયા છે અને કદાચ આ દુનિયા ખરેખર તેમની જ છે. કદાચ સમજદારી કે આધ્યાત્મિકતાનું અંતિમ ચરણ એટલે સભાનપણે એક ડગલું પાછળ હટી જવું. ફરી એક વાર મૂર્ખ બની જવું. ગુડ મોર્નિંગ.’