midday

ઍમ્બૅસૅડર કાર હવે નવા રૂપરંગમાં, ઇલેક્ટ્રિક બનીને આવી રહી છે

03 March, 2025 07:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિઝાઇન યુરોપના કાર-મેકર્સ તૈયાર કરશે. આ કાર માર્ચ ૨૦૨૬માં લૉન્ચ થશે.
સિડૅન

સિડૅન

ભારતમાં હિન્દુસ્તાન મોટર્સની ઍમ્બૅસૅડર કારના શોખીનોની સંખ્યા ઓછી નથી, પણ આ કંપનીએ ઘણાં વર્ષોથી ઍમ્બૅસૅડર કાર બનાવવાનું બંધ કરી દીધું છે. જોકે લેટેસ્ટ જાણકારી મુજબ હવે હિન્દુસ્તાન મોટર્સ આ કારને ઇલેક્ટ્રિક સિડૅન તરીકે ૨૦૨૬ના માર્ચ મહિનામાં લૉન્ચ કરવા તૈયાર છે. આ કાર ૧૦થી ૧૫ લાખ રૂપિયામાં વેચાશે એવી ધારણા છે. આ કાર કલકત્તાના ઉત્તરપારા પ્લાન્ટમાં તૈયાર થશે અને એની ડિઝાઇન યુરોપના કાર-મેકર્સ તૈયાર કરશે. આ કાર માર્ચ ૨૦૨૬માં લૉન્ચ થશે.

Whatsapp-channel
national news automobiles india europe