17 May, 2023 08:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
હિંદુજા ગ્રુપના (Hinduja Group) ચેરમેન અને ચાર હિંદુજા ભાઈઓમાં સૌથી મોટા શ્રીચંદ પરમાનંદ હિંદુજાનું બુધવારે લંડનમાં નિધન થયું છે. તે 87 વર્ષના હતા. હિંદુજા પરિવારના એક પ્રવક્તાએ તેમના નિધનના સમાચાર આપ્યા છે. હિંદુજા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. પાકિસ્તાનના કરાચીમાં જન્મેલા શ્રીચંદ હિંદુજાએ પછીથી બ્રિટેનની નાગરિકતા લીધી હતી અને તે લંડનમાં જ રહેતા હતા.
કંપનીના પ્રવક્તાએ કહ્યું, `ગોપીચંદ, પ્રકાશ તેમજ અશોક હિંદુજા સહિત આખા હિંદુજા પરિવાર ખૂબ જ દુઃખ સાથે સૂચિત કરે છે કે પરિવારના મુખિયા તેમજ હિંદુજા સમૂહના ચૅરમેન એસ પી હિંદુજાનું નિધન થઈ ગયું છે. તેમણે યૂકે, જ્યાં તે રહેતા હતા અને ભારત, પોતાની હોમ કન્ટ્રી વચ્ચે સંબંધો મજબૂત કરવામાં મહત્વની ભૂમિકાઓ ભજવી. અમારા પરિવારના સંરક્ષક તરીકે અને અમારા દિવંગત પિતા પીડી હિંદુજાના સિદ્ધાંતો અને મૂલ્યોને આગળ વધારનારા, તેઓ એક દૂરદર્શી વ્યક્તિ હતા.`
પાકિસ્તાનના કરાચીમાં જન્મેલા શ્રીચંદ હિંદુજાઓ પછીથી બ્રિટેનની નાગરિકતા લઈ લીધી હતી અને તે લંડનમાં જ રહેતા હતા. મૂળ સ્વરૂપે પાકિસ્તાનના સિંધ સાથે સંબંધ ધરાવનાર હિંદુજા પરિવાર 1914માં મુંબઈ આવી ગયો હતો. હિંદુજા પરિવારે 1919માં પોતાનો વેપારી સફર શરૂ કર્યો હતો. આ વર્ષે હિંદુજા ગ્રુપે ઈરાનમાં પોતાની પહેલી ઈન્ટરનેશનલ ઑફિસ શરૂ કરી દીધી હતી.
આ પણ વાંચો : શાહરુખ ખાનને મળવા તેના ઘરે પહોંચ્યા અમેરિકન રાજદૂત એરિક ગાર્સેટી, શૅર કરી તસવીર
ગ્રુપના વેપાર વિભિન્ન ક્ષેત્રોમાં ફેલાયેલું છે. દેશમાં અશોક લેલેન્ડના નામે ટ્રક બનાવવાના વેપાર સિવાય હિંદુજા ગ્રુપ બેન્કિંગ, કેમિકલ્સ, પાવર, મીડિયા અને સ્વાસ્થ્યના ક્ષેત્રો સાથે જોડાયેલું છે. અશોક લેલેન્ડ સિવાય હિંદુજા ગ્રુપ પાસે ઈન્ડ્સઈંડ જેવી મોટી બ્રાન્ડ્સ પણ છે. હિંદુજા કુલ ચાર ભાઈઓ છે. ગ્રુપ પાસે 15 અરબ ડૉલરની સંપત્તિ છે. ગ્રુપે સ્વિટ્ઝરલેન્ડમાં એક બેન્ક પણ શરૂ કરી છે.