09 October, 2024 06:56 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી
ગઈ કાલે સવારે હરિયાણાનાં પરિણામની જાહેરાત થવાની શરૂ થઈ ત્યારે કૉન્ગ્રેસ વન-સાઇડ આગળ હતી. એક સમયે તો આ ગ્રૅન્ડ ઓલ્ડ પાર્ટી BJPનાં સૂપડાં સાફ કરી નાખતી હોય એમ ૭૫ બેઠકો પર આગળ હતી. આ ટ્રેન્ડને જોઈને કૉન્ગ્રેસવાળા ગેલમાં આવી ગયા હતા અને એક્ઝિટ પોલનાં તારણો કરતાં પણ વધારે બેઠકો મળી રહી છે એવું માનીને ચૂરમાના લાડુ અને જલેબી વહેંચીને તેમ જ ફટાકડા ફોડીને ઉજવણી શરૂ કરી દીધી હતી. જોકે એક જ કલાકની અંદર ટ્રેન્ડ બદલાઈ ગયો હતો અને ધીમે-ધીમે કૉન્ગ્રેસની સુનામીમાંથી બન્ને પાર્ટી વચ્ચે કાંટે કી ટક્કર થઈને બપોરે ૧૨ વાગ્યા સુધીમાં તો BJP આસાન જીત તરફ આગેકૂચ કરવા લાગી હતી.
જોકે BJPની આ જીત બાદ સોશ્યલ મીડિયા પર જલેબી જબરદસ્ત ટ્રેન્ડ થવા લાગી હતી. એનું કારણ હતું રાહુલ ગાંધીએ હરિયાણામાં ચૂંટણીપ્રચાર વખતે જલેબીને લઈને આપેલું સ્ટેટમેન્ટ. ઇલેક્શન કૅમ્પેન વખતે હરિયાણા કૉન્ગ્રેસના નેતા દીપેન્દર સિંહ હૂડાએ રાહુલ ગાંધીને લાલા મતુરામ હલવાઈની જલેબી ગિફ્ટ કરી હતી. આ જલેબી ખાઈને કૉન્ગ્રેસના નેતાએ પ્રિયંકા ગાંધી વાડ્રાને મેસેજ કરીને કહ્યું હતું કે ‘મારા ૫૪ વર્ષના જીવનમાં ખાધેલી આ બેસ્ટ જલેબી છે. હું તારા માટે પણ એક બૉક્સ લઈને આવું છું.’
ત્યાર બાદ રાહુલે હરિયાણા કૉન્ગ્રેસના નેતાઓને કહ્યું હતું કે ગોહાનાની જલેબી ભારત અને દુનિયાના ખૂણે-ખૂણે પહોંચવી જોઈએ. વાત અહીં પૂરી નહોતી થઈ. રાહુલ ગાંધીએ આ જલેબીને રોજગાર સાથે જોડીને કહ્યું હતું કે ‘જો આ જલેબી આખા દેશ અને વિદેશમાં જશે તો લાલા મતુરામ હલવાઈની દુકાનનું ફૅક્ટરીમાં પરિવર્તન થઈ જશે અને હજારો લોકોને રોજગાર મળશે.’
કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષના આ બયાનને લીધે ગઈ કાલે જલેબી અને રાહુલ ગાંધીને લઈને જોરદાર મીમ્સ બન્યા હતા. ગુજરાત અને રાજસ્થાન BJPના નેતાઓએ તો જલેબી બનાવીને હરિયાણાની જીત ઊજવી હતી. હરિયાણા BJPએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો તરફથી રાહુલ ગાંધીજી માટે તેમના ઘરે જલેબી મોકલી દીધી છે.
BJPના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ દાઢમાં કહ્યું હતું કે રાહુલજીએ સમજવાની જરૂર છે કે જલેબી ફૅક્ટરીમાં નહીં, હલવાઈની દુકાનમાં જ બને