Google Payના યુઝર્સ આ વાત જાણી લો! નહીં તો બિલ પેમેન્ટ પર ચૂકવવા પડશે એકસ્ટ્રા પૈસા

22 February, 2025 07:20 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Google Pay Extra Charges on Bill Payments: કારણ કે આ કંપનીઓને UPI ટ્રાન્ઝૅક્શનમાંથી સીધી આવક મળતી નથી, જેના કારણે તેમને ભારે નુકસાન થઈ રહ્યું હતું. UPI પેમેન્ટના ખર્ચને જોતાં, Google Pay, PhonePe અને Paytm જેવી કંપનીઓ હવે પૈસા કમાવવા આવું કરી રહી છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI

ભારતમાં યુપીઆઇ પૈસા ચૂકવવા માટેનું ખૂબ જ પ્રખ્યાત અને ઝડપી રીત છે. છેલ્લા અનેક વર્ષોમાં યુપીઆઇના કરોડો યુઝર્સ બન્યા છે, અને આ સેવા દરેક ઍપ્સ દ્વારા મફત આપવામાં આવી રહી છે. જોકે ઓનલાઇન પેમેન્ટ કરનાર ગ્રાહકો ખાસ કરીને ગૂગલ પેના વપરાશકર્તાઓ (યુઝર્સ) માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કારણ કે ગૂગલ પે વડે થતાં અમુક ટ્રાન્ઝૅક્શન પર હવે ફી લોકોને ચૂકવવાની રહેશે.

ગૂગલ પેએ હવે બિલ પેમેન્ટ પર સુવિધા ફી વસૂલવાનું શરૂ કર્યું છે. જો તમે ગૂગલ પેનો ઉપયોગ કરીને વીજળી અને ગૅસ બિલની ચુકવણી કરો છો તો તમારે સંપૂર્ણ રકમ પર 0.5 ટકાથી લઈને 1 ટકા સુધીનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે, જેમાં GST પણ શામેલ હશે. અહેવાલ મુજબ, ગૂગલ પેએ બિલ ચુકવણી પર 0.5 ટકાથી 1 ટકા એકસ્ટ્રા ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે. જોકે, કંપનીએ હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ જો આવું થાય તો તમારે ગૂગલ પે દ્વારા વીજળી કે ગૅસ બિલ ભરનાર લોકો પર વધારાના પૈસા ચૂકવવાનો વખત આવ્યો છે.

કયા પેમેન્ટ્સ પર ચાર્જ લાગશે?

શું બીજા ઍપ્સ પણ એકસ્ટ્રા ચાર્જ વસૂલે છે?

હા, બીજા પેમેન્ટ ઍપ્સ જેમ કે ફોનપે અને પેટીએમ પહેલાથી જ બિલ પેમેન્ટ, મોબાઇલ રિચાર્જ અને અન્ય સેવાઓ પર પ્રોસેસિંગ ફી વસૂલ કરી રહ્યા છે. હવે ભારતમાં બીજા ક્રમના સૌથી મોટા UPI પેમેન્ટ પ્લેટફોર્મ, Google Pay એ પણ આ જ મોડેલ અપનાવ્યું છે. જોકે, UPI થી સીધા બૅન્ક ટ્રાન્સફર પર કોઈ શુલ્ક લાગશે નહીં.

પ્રોસેસિંગ ચાર્જ કેટલો હશે? સુવિધા ફી કેવી રીતે તપાસશો?

માહિતી મુજબ, આ ફી દરેક વ્યવહાર માટે અલગ અલગ હોઈ શકે છે. ચુકવણી કરતા પહેલા, તમને ઍપ ચાર્જની વિગતો જણાવવામાં આવશે. જ્યારે તમે Google Pay પર બિલની ચુકવણી કરો છો, ત્યારે ચુકવણી કરતા પહેલા ચાર્જની વિગતો દર્શાવવામાં આવે છે. ઉપરાંત, આ ફી તમારા ટ્રાન્ઝૅક્શન  હિસ્ટરીમાં દેખાશે. જો તમારા બિલની ચુકવણી અથવા વ્યવહાર નિષ્ફળ જાય, તો તમારા બિલની રકમ અને સુવિધા ફી પછી આવે છે.

Google Payએ આ ફેરફાર શા માટે કર્યો?

કારણ કે આ કંપનીઓને UPI ટ્રાન્ઝૅક્શનમાંથી સીધી આવક મળતી નથી, જેના કારણે તેમને ભારે નુકસાન થઈ રહ્યું હતું. UPI પેમેન્ટના ખર્ચને જોતાં, Google Pay, PhonePe અને Paytm જેવી કંપનીઓ હવે પૈસા કમાવવાના નવા રસ્તાઓ શોધી રહી છે. PwC ના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2024 માં UPI વ્યવહારોની પ્રક્રિયામાં ફિનટેક કંપનીઓને લગભગ 12,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો. એટલા માટે કંપનીઓ હવે તેમની સેવાઓમાંથી સીધા પૈસા કમાવવા માટે નવા રસ્તાઓ અપનાવી રહી છે. આ જ કારણ છે કે આ કંપનીઓએ હવે યુઝર્સ પાસેથી ચાર્જ લેવાનું શરૂ કર્યું છે.

ગ્રાહકો માટે કયા વિકલ્પો બાકી છે?

જો તમે સુવિધા ફી અથવા વધારાના શુલ્ક નથી આપવો તો કાર્ડ પેમેન્ટને બદલે UPI નો ઉપયોગ કરો, કારણ કે બૅન્ક-ટુ-બૅન્ક UPI વ્યવહારો હજી પણ મફત છે.

Paytm finance news national news new delhi inflation