ISROના ભૂતપૂર્વ ચૅરમૅન કે. રાધાકૃષ્ણન RSSના વિજયાદશમી કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ બનશે

17 September, 2024 09:08 AM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

RSSનો આ એક મહત્ત્વનો કાર્યક્રમ હોય છે જેમાં RSSના વડા મોહન ભાગવત દશેરાના મેળાવડાને સંબોધન કરે છે.

મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ વિજયાદશમી નિમિત્તે નાગપુરના રેશીમબાગ ગ્રાઉન્ડ પર યોજાતા એના વાર્ષિક કાર્યક્રમમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO)ના ભૂતપૂર્વ ચૅરમૅન કે. રાધાકૃષ્ણનને ચીફ ગેસ્ટ બનાવ્યા છે. RSSએ આ માહિતી એના સોશ્યલ મીડિયા પર આપી હતી. RSSનો આ એક મહત્ત્વનો કાર્યક્રમ હોય છે જેમાં RSSના વડા મોહન ભાગવત દશેરાના મેળાવડાને સંબોધન કરે છે. આ કાર્યક્રમ નાગપુરમાં ૧૨ ઑક્ટોબરે સવારે ૭.૪૦ વાગ્યે યોજાશે.

કેરલામાં ૧૯૪૯ની ૨૯ ઑગસ્ટે જન્મેલા કે. રાધાકૃષ્ણને પહેલા જ પ્રયાસમાં ભારતના મંગલયાનને મંગળની ધરતી પર ઉતારીને રેકૉર્ડ કર્યો હતો. તેઓ પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિક છે.

national news rashtriya swayamsevak sangh dussehra isro indian space research organisation india nagpur