Delhi Swiggy Viral News: શખ્સે ઓનલાઈન ફૂડ મંગાવ્યું- મેસેજ લખ્યો- ભાઈ, એકસ્ટ્રા કાંદા મોકલાવજો

30 November, 2024 02:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Delhi Swiggy Viral News: એક યુવકે સ્વિગીમાંથી જ્યારે પોતાંની માટે ફૂડ ઓર્ડર કર્યું તેની સાથે એવી નોંધ લખી કે જે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનવા પામ્યું છે.

રેડિટ પરની વાયરલ પોસ્ટનો સ્ક્રીન શૉટ

મોંઘવારીનો રાક્ષસ દિવસે ને દિવસે પોતાનું મોટું જડબું ફેલાવી રહ્યો છે ત્યારે સામાન્ય લોકો માટે જીવન નિર્વાહની વસ્તુઓ ખરીદવાની પણ મુશ્કેલ થઈ ગઈ છે. જ્યારે શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચી જાય છે ત્યારે લોકોની ચિંતા વધે છે. તાજેતરમાં જ દિલ્હીમાંથી એક એવો કિસ્સો (Delhi Swiggy Viral News) સામે આવ્યો છે જે જાણીને હસવું પણ આવે અને વ્યક્તિની પરિસ્થિતિ રડાવી પણ જાય. 

આમ તો જ્યારે કોઈ પણ કસ્ટમર ઓનલાઈન ફૂડનો ઓર્ડર આપે છે ત્યારે તેને તેની સાથે નોંધ લખવાની પણ સવલત આપવામાં આવતી હોય છે, જે થકી કસ્ટમર પોતાના ટેસ્ટના અનુસંધાને મીઠું-મરચું કે મસાલાના પ્રમાણ માટે નોંધ લખે છે. પરંતુ જ્યારે આ નોંધમાં કઈક એવું લખવામાં આવે કે જે ચર્ચાનો વિષય બની જાય તેવું જ કૈંક આ કિસ્સામાં પણ બન્યું છે.

આ કિસ્સો (Delhi Swiggy Viral News) જ્યાંથી પ્રકાશમાં આવ્યો છે તે દિલ્હી-એનસીઆરમાં અત્યારે બટાટા અને ટામેટાં જેવાં શાકના ભાવ આસમાને છે. સામાન્ય લોકો માટે તે ખરીદવા આકરા થઈ રહ્યા છે ત્યારે એક યુવકે સ્વિગીમાંથી જ્યારે પોતાંની માટે ફૂડ ઓર્ડર કર્યું તેની સાથે એવી નોંધ લખી કે જે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનવા પામ્યું છે.

ભાઈ, ડુંગળી જરા વધારે..

My flatmate placed the order and I found this on the bill
byu/batmaneatspickles indelhi

તમને જણાવી દઈએ કે આ યુવકે ફૂડ (Delhi Swiggy Viral News)ના ઓર્ડર સાથે જ લખ્યું હતું કે, “ભાઈ, ડુંગળી જરા વધારે મુકજો. ડુંગળી કેટલી મોંઘી છે, હું કઈ રીતે ખરીદી શકું? પ્લીઝ ડુંગળી જરા વધારે આપજો” આ ભાઈએ આટલી નોંધ તો લખી પણ સાથે સેડ ઇમોજીસ પણ મૂક્યા છે. જે તેની નારાજગી દર્શાવે છે. એકસ્ટ્રા ડુંગળી માંગનાર આ કસ્ટમરની અનેક લોકો ઠેકડી ઉડાડી રહ્યા છે. ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતી વખતે જ્યારે આ કસ્ટમર એકસ્ટ્રા ડુંગળીની માંગ કરે છે ત્યારે નેટિઝનસે વિવિધ કોમેન્ટ્સ કરી છે.

જાતજાતની કમેન્ટસ કરવામાં આવી 

Delhi Swiggy Viral News: રેડિટ પર બિલની તસવીર શૅર કરતાં કોઈ યુઝરે લખ્યું હતું કે. “મારા ફ્લેટમેટે ઓર્ડર આપ્યો અને મને બિલ પર આ લખેલું જોવા મળ્યું. આ પોસ્ટને અત્યાર સુધીમાં અઢી હજારથી વધુ અપ્સ મળ્યા છે, જ્યારે સેંકડો યુઝર્સે કોમેન્ટમાં આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે.” કોઈ અન્ય યુઝર લખી રહ્યો છે કે, “ભાઈ, 50 ટકા ડિસ્કાઉન્ટ લીધા પછી પણ તમને શરમ નથી આવતી?” તો અન્ય યુઝરે લખ્યું હતું કે, “ભાઈ, હસવું પણ આવે છે અને રડવું પણ આવે છે, જોકે એને મજબૂરીમાં જ આવું લખવું પડ્યું છે.” આ પોસ્ટ પર કોઈએ એવી પણ કમેન્ટ કરી છે કે, “નીચે રેસ્ટોરન્ટે પણ 5 સ્ટારની માંગણી કરી હતી”

national news india social media delhi news new delhi offbeat news social networking site