✕

નાના પાટેકરનું મૃત્યુ હાર્ટ-અટૅકથી જ થયું હોવાની પુષ્ટિ

12 October, 2026 12:48 PM IST  |  goa | Gujarati Mid-day Correspondent

અગાઉ પોલીસ અનનૅચરલ ડેથનો કેસ નોંધીને નાના પાટેકરના મૃત્યુનું સાચું કારણ શોધવાના પ્રયાસ શરૂ કર્યા હતા. 

નાના પાટેકર

પીઢ અભિનેતા નાના પાટેકરનું નિધન હૃદયના મોટા ભાગને લોહી પહોંચાડતી લેફ્ટ મેઇન કૉરોનરી આર્ટરીમાં લોહી ગંઠાઈ જવાના કારણે આવેલા હાર્ટ-અટૅકથી થયું હતું એવું તેમના પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું છે. ગોવા મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલ (GMCH)ના વરિષ્ઠ ડૉક્ટરે રવિવારે આ તારણોની સત્તાવાર પુષ્ટિ કરી છે અને નાના પાટેકરનું મૃત્યુ કુદરતી હોવાનું જણાવ્યું છે.
૮ ઑક્ટોબરે વહેલી સવારે પણજી નજીક ડૉના પૉલાસ્થિત તેમના નિવાસસ્થાને અચાનક નાના પાટેકરની તબિયત લથડી હતી. તેમના કૅરટેકર ઍમ્બ્યુલન્સ બોલાવીને તેમને હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ડૉક્ટરોએ ૪૫ મિનિટ સુધી કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન (CPR) આપીને તેમને બચાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ બચાવી શકાયા નહોતા. અગાઉ પોલીસ અનનૅચરલ ડેથનો કેસ નોંધીને નાના પાટેકરના મૃત્યુનું સાચું કારણ શોધવાના પ્રયાસ શરૂ કર્યા હતા. 

national news india goa nana patekar celebrity death