17 September, 2024 09:15 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં ચેપી રોગ મન્કીપૉક્સનો ફેલાવો રોકવા માટે બૅન્ગલોર ઇન્ટરનૅશનલ ઍરપોર્ટે વિદેશથી અને એમાંય ખાસ કરીને આફ્રિકન દેશમાંથી આવતા પ્રવાસીઓનું સ્ક્રીનિંગ શરૂ કરી દીધું છે અને એ માટે ઍરપોર્ટ પર ચાર સ્ક્રીનિંગ સ્ટેશન ઊભાં કરવામાં આવ્યાં છે. જે પ્રવાસીઓનાં શરીરનાં તાપમાન વધારે જણાશે અથવા તેમનામાં મન્કીપૉક્સનાં લક્ષણ દેખાશે તો તેમને ૨૧ દિવસના ક્વૉરન્ટીનમાં મોકલી દેવામાં આવશે. ઍરપોર્ટમાં ક્વૉરન્ટીન ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે અને જ્યાં સુધી આ પ્રવાસી ઇન્ફેક્શનથી મુક્ત નહીં થાય ત્યાં સુધી તેને ત્યાં રાખવામાં આવશે. ભારતમાં મન્કીપૉક્સનો એક કેસ નોંધાયો છે, પણ એ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને જાહેર કરેલા ખતરનાક મનાતા ક્લૅડ વન-બી સ્ટ્રેઇનનો નથી.