મહારાષ્ટ્રની આ પાર્ટીએ અરુણાચલ પ્રદેશમાં 3 વિધાનસભા બેઠકો જીતી, ભાજપને મળી બહુમતી

02 June, 2024 08:53 PM IST  |  Itanagar | Gujarati Mid-day Online Correspondent

આ વખતે અજિત પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)એ પણ અરુણાચલ પ્રદેશમાં પોતાનું ખાતું ખોલ્યું અને ત્રણ બેઠકો જીતી. તેમની પાર્ટીએ વિધાનસભામાં 15 ઉમેદવારો ઊભા રાખ્યા હતા

અજિત પવાર

અરુણાચલ પ્રદેશમાં મતગણતરી (Arunachal Pradesh Election Result) પૂરી થઈ ગઈ છે. આ ચૂંટણીમાં ભાજપે રાજ્યની 60 વિધાનસભા બેઠકોમાંથી 46 બેઠકો જીતી હતી. આ વખતે અજિત પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)એ પણ અરુણાચલ પ્રદેશમાં પોતાનું ખાતું ખોલ્યું અને ત્રણ બેઠકો જીતી. તેમની પાર્ટીએ વિધાનસભામાં 15 ઉમેદવારો ઊભા રાખ્યા હતા. અજિત પવારની એનસીપીના વિજેતા ઉમેદવારોના નામ ટોકો ટાટુંગ, લીખા સોની અને નિખ કામિન છે.

અજિત પવારની એનસીપીએ 3 બેઠકો જીતી

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર અરુણાચલ પ્રદેશમાં મતગણતરી (Arunachal Pradesh Election Result) પૂરી થઈ ગઈ છે. ભાજપે રાજ્યમાં 46 બેઠકો જીતીને બહુમતનો આંકડો પાર કર્યો છે. નેશનલ પીપલ્સ પાર્ટી (NPEP)એ પાંચ બેઠકો જીતી છે, અજિત પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીએ ત્રણ બેઠકો જીતી છે, PPA બે બેઠકો પર અને કૉંગ્રેસે એક બેઠક જીતી છે.

પ્રફુલ્લ પટેલે ખુશી વ્યક્ત કરી

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (Arunachal Pradesh Election Result) નેતા પ્રફુલ્લ પટેલે એક્સ પર પોસ્ટ કર્યું કે, “રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી માટે મહત્ત્વની જીત! અમને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીએ અરુણાચલ પ્રદેશમાં 3 વિધાનસભા બેઠકો જીતી છે અને રાજ્યમાં 10 ટકાથી વધુ વોટ શેર હાંસલ કર્યો છે. આ અવિશ્વસનીય સફળતા અમારા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે. મહારાષ્ટ્ર, નાગાલેન્ડ અને હવે અરુણાચલ પ્રદેશમાં અગાઉની જીત સાથે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીનો દરજ્જો પાછો મેળવવાની યાત્રા, અમે અમારા લક્ષ્યને હાંસલ કરવાથી માત્ર એક રાજ્ય દૂર છીએ.”

પીએમ મોદીએ પાર્ટી કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા

અરુણાચલ પ્રદેશમાં ભાજપની જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાંના પાર્ટી કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા છે. એક્સ પર પોસ્ટ કરતાં તેમણે લખ્યું કે, “આભાર અરુણાચલ પ્રદેશ! આ અદ્ભુત રાજ્યની જનતાએ વિકાસની રાજનીતિને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. અમારી પાર્ટી રાજ્યના વિકાસ માટે હજુ પણ વધુ ઉત્સાહ સાથે કામ કરવાનું ચાલુ રાખશે.”

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી સંબંધિત અન્ય સમાચાર

સત્તા માટે શરદ પવારે અજિત પવારને વિલન બનાવી દીધા

ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એક મરાઠી અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)માં ફૂટ પડવા વિશે મહત્ત્વની વાત કરી હતી. અજિત પવારના હાથમાંથી પક્ષ આંચકીને પોતાની વ્યક્તિને ધુરા સોંપવા માટે શરદ પવારે કેવી ચાલ રમી હતી એ વિશે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘શરદ પવારને BJP સાથે યુતિ કરવી હતી. ત્રણ વખત તેમણે આ માટેનો નિર્ણય લીધો હતો અને બાદમાં પાછીપાની કરી હતી. શરદ પવારના આ વર્તનનું વિશ્લેષણ કરતાં મને લાગે છે કે શરદ પવાર દરેક વખતે અજિત પવારને વિલન બનાવીને આગળ કરતા હતા. એની પાછળનું કારણ એ છે કે પક્ષ અજિત પવારના હાથમાં હતો. પક્ષમાં અજિત પવારનું વજન ઓછું નહોતું થતું. આથી અજિત પવારને વિલન બનાવવા માટેનો શરદ પવારે વિચાર કર્યો હતો. અજિત પવારને બદનામ કરીને ઘરની કોઈ વ્યક્તિને હીરો બનાવવાનું કામ શરદ પવારે કર્યું હતું, કારણ કે તેમને સત્તા જોઈતી હતી.’

ajit pawar arunachal pradesh election commission of india nationalist congress party bharatiya janata party india national news