06 January, 2026 04:32 PM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
પ્રયાગરાજમાં શરૂ થઈ પંચકોસી પરિક્રમા
પ્રયાગરાજના માઘમેળામાં થતું પ્રાચીન ધાર્મિક અનુષ્ઠાન છે પંચકોસી પરિક્રમા. આ અનુષ્ઠાન પાંચ દિવસ સુધી ચાલે છે જેમાં પ્રયાગરાજ વિસ્તારના પંદરથી ૨૦ કિલોમીટરના ક્ષેત્રફળમાં આવેલાં મુખ્ય તીર્થસ્થળો જેમ કે દુર્વાસા મુનિ, બરખંડી શિવ મંદિર, મંડલેશ્વરનાથ મહાદેવની પદયાત્રા કરવાથી અક્ષય પુણ્ય મળે છે. આ પંચકોસી પરિક્રમા સાધુ-સંતોના નેતૃત્વમાં પાંચ દિવસ ચાલશે.