04 April, 2025 02:05 PM IST | Amaravati | Gujarati Mid-day Correspondent
આકાશ અંબાણીએ ભગવાન વૅન્કટેશનાં દર્શન કર્યાં અને હાથીના આશીર્વાદ લીધા
રિલાયન્સ જિયો ઇન્ફોકૉમ લિમિટેડના ચૅરમૅન અને અંબાણી પરિવારના મોટા દીકરા આકાશ અંબાણીએ તાજેતરમાં આંધ્ર પ્રદેશમાં આવેલા શ્રી વેન્કટેશ્વર સ્વામી મંદિર જેને તિરુમલા તિરુપતિ મંદિર પણ કહેવાય છે એની મુલાકાત લીધી હતી.
VIP માટેના બ્રેક દરમ્યાન આકાશે વેન્કટેશ્વર સ્વામીને માથું નમાવ્યું હતું. એટલું જ નહીં, ગાયને ચૂંદડી ચડાવીને પૂજા કરી હતી. આકાશ અંબાણીએ મંદિરનાં વિવિધ અનુષ્ઠાનોમાં ભાગ લઈને પૂજા-અર્ચના કરી હતી. ગાયો અને હાથીને પોતાના હાથે ફળ ખવડાવીને તેમના આશીર્વાદ લીધા હતા.