કોણ છે VIP ચોર? જેણે કારમાં આવી G-20 સમિટમાં લગાવેલા ફ્લાવર પોટની કરી ચોરી

01 March, 2023 12:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુરુગ્રામ પોલીસે G-20 (G20 Event) કોન્ફરન્સ માટે લગાવેલા ફ્લાવર પોટ (Flower Pot) ની ચોરીના કેસમાં આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા વ્યક્તિનું નામ મનમોહન છે.

પ્રતીકાત્મક તસવીર

ગુરુગ્રામ પોલીસે G-20 કોન્ફરન્સ (G20 Event) માટે લગાવેલા ફ્લાવર પોટ  (Stolen Flower Pot)ની ચોરીના કેસમાં આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા વ્યક્તિનું નામ મનમોહન છે. ગુડગાંવ પોલીસે મનમોહનની ધરપકડ કરી અને તેની કારમાંથી ચોરીના પોટ્સ પરત મેળવ્યા. કાર હરિયાણાના હિસારથી રજીસ્ટર્ડ છે અને આરોપી ગુરુગ્રામનો રહેવાસી છે. G20 કોન્ફરન્સમાં શહેરને સુશોભિત કરવા માટે આ છોડના પોટ્સ રાખવામાં આવ્યા હતા. ચોરની લક્ઝરી કારનો નંબર પણ VIP છે. ચોરીનો વીડિયો વાયરલ થયા બાદ જીએમડીએ પોલીસને ફરિયાદ કરી હતી.

શું છે સમગ્ર મામલો?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો ગુરુગ્રામના શંકર ચોકનો છે. એક કાર આવીને ઉભી રહેતી જોવા મળે છે. કારમાંથી બે વ્યક્તિ નીચે ઉતરે છે. ચોકડી પર ડેકોરેશન માટે રાખવામાં આવેલ ખાસ પ્રકારના છોડના પોટને ઉપાડીને કારનામાં રાખવામાં આવે છે. 

ગુરુગ્રામની હોટલમાં G-20 સમિટની તૈયારીઓ ચાલી રહી છે

તમને જણાવી દઈએ કે, ગુરુગ્રામના એમ્બિયન્સ મોલની લીલા હોટેલમાં લાંબા સમયથી G-20 કોન્ફરન્સની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં દેશ-વિદેશથી આવનાર મહેમાનોને પ્રભાવિત કરવા શહેરને શણગારવામાં આવી રહ્યું છે. રસ્તાની બંને બાજુ ફૂટપાથ પર પણ ખાસ પ્રકારના છોડ વાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: મુંબઈકર્સ.! હોળી પહેલા મોંઘવારીનો માર, LPG સિલિન્ડરના ભાવમાં અધધ થયો વધારો

હરિયાણા ભાજપના પ્રવક્તાએ વીડિયો શેર કર્યો છે

હરિયાણા ભાજપના પ્રવક્તા રમણ મલિકે આ વીડિયો શેર કર્યો છે. તેણે ગુરુગ્રામ પોલીસ-પ્રશાસન અને હરિયાણાના મુખ્યમંત્રી કાર્યાલયને કાર્યવાહી કરવાની અપીલ કરી છે. મલિકે લખ્યું- `આ વ્યક્તિ 40 લાખની કારમાં આવ્યો હતો અને G20 કોન્ફરન્સ માટે લાવવામાં આવેલા છોડની ચોરી કરી રહ્યો છે.  ધોળા દિવસે છોડની લૂંટ શરમજનક છે.

રમણ મલિકના ટ્વીટ બાદ લોકોએ તેનો રેકોર્ડ ટ્રાન્સપોર્ટ વિભાગના ઓનલાઈન પોર્ટલ પરથી હટાવી લીધો હતો. જેમાં વાહનના નામે ચલણ પણ પેન્ડીંગ જોવા મળે છે.

national news gurugram new delhi g20 summit