29 August, 2024 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મંગળવારે ઊજવવામાં આવેલા દહીહંડી ઉત્સવમાં મુંબઈમાં મટકી ફોડવા માટે ઉપર ચડેલા ૨૪૫ ગોવિંદા નીચે પડવાથી ઘાયલ થયા હતા. આમાંથી હજી પણ ૩૨ ગોવિંદા મુંબઈની વિવિધ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે જળગાવના પાચોરા શહેરમાં રિક્ષા-સ્ટૅન્ડ પાસે બાંધવામાં આવેલી મટકી ફોડવા માનવપિરામિડની ઉપર ચડેલો ૩૨ વર્ષનો નીતિન પાંડુરંગ ચૌધરી નામનો ગોવિંદા નીચે પટકાયા બાદ મૃત્યુ પામ્યો હતો. પડ્યા બાદ ગંભીર રીતે જખમી થયેલા નીતિન ચૌધરીને નજીકની હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો, પરંતુ તે બચી ન શકતાં ગઈ કાલે તેનું મૃત્યુ થયું હતું. ગોવિંદાનો જીવ બચી ન શક્યો હોવાની જાણ થતાં પાચોરા શહેરમાં ગમગીની છવાઈ ગઈ હતી.