Uddhav Thackeray: મુંબઈને ડૂબતાં બચાવશે ક્લાઇમેટ એક્શન પ્લાન, CMએ કર્યું ઉદ્ઘાટન

14 March, 2022 04:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નરીમન પૉઇન્ટનો 80 ટકા ભાગ પાણીમાં સમાઈ જશે." તેમણે કહ્યું કે મુંબઈમાં ક્લાઈમેટ એક્શન પ્લાન (Climate Action Plan) લાગૂ પાડવામાં આવી રહ્યું છે, આખા દેશને આનું અનુસરણ કરવું જોઈએ.

ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ રવિવારે કહ્યું, "મુંબઈમાં સાઇક્લોન, ભારે વરસાદ, સમુદ્રમાં હાઇટાઈડ, જળભરાવ, તાપમાનમાં વધારો, વાયુ પ્રદૂષણ, બિનમોસમી વરસાદ, કાર્બન ઉત્સર્જન જેવા પડકારો સામે જજૂમવા માટે મુંબઈમાં ક્લાઇમેટ એક્શન પ્લાન (MCAR) 2022 મદદગાર સાબિત થશે." તેમણે એમસીએઆર 2022ના લોકાર્પણ કરતા કહ્યું, "વિશેષજ્ઞોનું કહેવું છે કે વર્ષ 2050 સુધી મુંબઈ (Mumbai)ના ચાર મહત્વના ભાગ પાણીમાં ડૂબી જશે. નરીમન પૉઇન્ટનો 80 ટકા ભાગ પાણીમાં સમાઈ જશે." તેમણે કહ્યું કે મુંબઈમાં ક્લાઈમેટ એક્શન પ્લાન (Climaye Action Plan) લાગૂ પાડવામાં આવી રહ્યું છે, આખા દેશને આનું અનુસરણ કરવું જોઈએ.

સીએમે કહ્યું કે, "પ્લાનમાં આ અંગે ખાસ ધ્યાન આપવામાં આવ્યું કે ગ્રીન એનર્જી વધુ ડેવલપમેન્ટ દરમિયાન પ્રદૂષણ કેવી રીતે ઘટાડી શકાય" તેમણે જણાવ્યું, "ગારગાઈ-પિંજાલ પ્રૉજેક્ટ માટે કહેવામાં આવ્યું છે કે 5 લાખ ઝાડ કાપવા પડશે. મેં તરત કહ્યું કે મુંબઈકરને 24 કલાક પાણી મળવું જોઈએ, પણ પર્યાવરણની કિંમતે અમને વિકાસ નથી જોઈતો. આરે જંગલને બચાવવા માટે અમે તેને આરક્ષિત કર્યું છે. અમને વિકાસ વિરોધી કહેવામાં આવ્યા, પણ અમે લોકોના ભવિષ્ય સાથે રમત નહીં કરી શકીએ."

ઉદ્ધવ ઠાકરેએ ચેતવ્યા કે, "ક્લાઇમેટમાં ઝડપથી થતા ફેરફારની આડઅસરોથી બચવા માટે જો અત્યારથી ઉપાય નહીં કરવામાં આવ્યા, તો આગામી પેઢીના ભવિષ્યની અમે કલ્પના પણ નહીં કરી શકીએ." આ પ્લાનમાં અમેરિકાના ન્યૂ યૉર્ક અને ઇંગ્લેન્ડના લંડન જેવી તૈયારીઓ કરવામાં આવી છે.

Mumbai mumbai news maharashtra uddhav thackeray