30 November, 2024 07:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્ર સરકારના માઇનોરિટી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા વક્ફ બોર્ડને મજબૂત કરવા માટે ૧૦ કરોડ રૂપિયા ફાળવવાનો ૨૮ નવેમ્બરે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય વિશે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રવક્તા કેશવ ઉપાધ્યેએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે ‘અત્યારે રાજ્યમાં કૅરટેકર સરકાર છે એટલે સરકારને નીતિવિષયક નિર્ણય લેવાનો અધિકાર નથી. આવી સ્થિતિમાં માત્ર ઇમર્જન્સી હોય એ સંબંધી કામકાજને જ મંજૂરી આપવામાં આવે છે. વક્ફ બોર્ડને ૧૦ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય પ્રશાસને લીધો છે એ બરાબર નથી.’
વક્ફ બોર્ડને ૧૦ કરોડ રૂપિયા ફાળવવાના નિર્ણય સંબંધે રાજકીય ગરમાવો થતાં રાજ્યનાં મુખ્ય સચિવ સુજાતા સૌનિકે ગઈ કાલે જાહેર કર્યું હતું કે વક્ફ બોર્ડને ફન્ડ આપવા સંબંધી નોટિફિકેશન જારી કરવામાં આવ્યું હતું એ ભૂલ હતી એટલે એ પાછું ખેંચીને રદ કરવામાં આવે છે.