21 September, 2024 09:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાજ ઠાકરે અને ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ (ફાઇલ તસવીર)
પાકિસ્તાની કલાકારો ફવાદ ખાન અને માહિરા ખાનના (The Legend of Maula Jatt) ભારતમાં હજુ પણ ચાહકો છે. તાજેતરમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે તેમની તેમની બ્લૉકબસ્ટર ફિલ્મ `ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ` ટૂંક સમયમાં ભારતમાં પણ રિલીઝ થશે. આ જાહેરાત બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ ફરી એકવાર પાકિસ્તાની કલાકારો અને ફિલ્મોને ભારતમાં સપોર્ટ કરવા અંગે વિરોધ વ્યક્ત કર્યો છે. મનસેના નેતા અમય ખોપકરે સ્પષ્ટ કહ્યું હતું કે ભારતમાં કોઈ પણ પાકિસ્તાની ફિલ્મને રિલીઝ થવા દેવામાં આવશે નહીં. એટલું જ નહીં જો કોઈ પાકિસ્તાની ઍક્ટર ભારત આવશે તો તેની સાથે મારપીટ પણ કરવામાં આવશે.
અમય ખોપકરરે ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી. પાકિસ્તાનના કલાકારો (The Legend of Maula Jatt) સામેના જોરદાર વિરોધનું સાચું કારણ પુછવામાં આવતા તેમણે કહ્યું, `પાકિસ્તાન દ્વારા આપણા દેશ પર સતત હુમલો કરવામાં આવે છે. ગયા અઠવાડિયે પણ એવા હુમલા થયા હતા જેમાં આપણા જવાનો શહીદ થયા હતા. આપણા દેશના ઘણા શહેરોમાં હુમલા પણ થાય છે, જ્યાં આપણા સારા પોલીસ અધિકારીઓ શહીદ થાય છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનની કલાની શું જરૂર છે? શું આપણા દેશમાં કલાકારો નથી? શું અહીં ફિલ્મો બનતી નથી? શા માટે આપણને પાકિસ્તાનના કલાકારોની જરૂર છે?
અમય ખોપકરે આગળ કહ્યું હતું કે, `મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં (The Legend of Maula Jatt) જીવ ગુમાવનારા પોલીસ અધિકારીઓના ઘરે ટીવી ચાલુ હશે ત્યારે શું તેઓ આ પાકિસ્તાની કલાકારોના શો જોશે? જેના કારણે આપણા જવાનો અને પોલીસ અધિકારીઓ શહીદ થયા હતા. અમને તેમના કલાકારો જોઈતા નથી. અમે પાકિસ્તાનના કોઈ કલાકાર કે ફિલ્મને અહીં રિલીઝ થવા દઈશું નહીં. અમારો પક્ષ મહારાષ્ટ્ર પૂરતો સીમિત છે, પરંતુ હું અન્ય રાજ્યોને પણ કહું છું કે તેઓ કોઈ પણ પાકિસ્તાની કલાકાર કે ફિલ્મને તેમના શહેરોમાં રિલીઝ ન થવા દે અને તેનો વિરોધ કરે. અમે ચોક્કસ વિરોધ કરીશું. મહારાષ્ટ્રમાં પાકિસ્તાની ફિલ્મો રિલીઝ નહીં થાય અને આને ખતરો ગણવો જોઈએ.
અમય ખોપકરે પણ કલા અને સંસ્કૃતિને (The Legend of Maula Jatt) રાજકારણથી અલગ રાખવા અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમણે કહ્યું, `હું માનું છું કે કલા અને સંસ્કૃતિ અને રાજકારણ અલગ વસ્તુઓ છે, પણ જ્યારે એ જ કલા આપણા દેશ પર હુમલો કરનારાઓની હોય ત્યારે આપણને તે કલા જોઈતી નથી. આપણા માટે દેશ પ્રથમ આવે છે, પછી કલા. કલાના નામે આપણા દેશ પર હુમલો કરનારાઓને અમે સહન નહીં કરીએ. જે દિવસે પાકિસ્તાન તરફથી આપણા દેશ પર હુમલા બંધ થાય, પછી વાત કરીશું. અત્યારે માટે બિલકુલ નથી.
પાકિસ્તાની કલાકારોની સાથે અમય ખોપકરે બૉલિવૂડ સ્ટાર્સને (The Legend of Maula Jatt) પણ ટકોર આપી હતી. તેમણે તે બૉલિવૂડ સેલેબ્સ માટે એક સંદેશ આપ્યો જેઓ પાકિસ્તાની કલાકારો સાથે કામ કરવાનું સમર્થન કરી રહ્યા છે. અમેએ કહ્યું, “બૉલિવૂડના લોકોને શરમ આવવી જોઈએ. આપણા દેશમાં આટલી ટેલેન્ટ છે તો પછી બહારથી ખાસ કરીને પાકિસ્તાનમાંથી કલાકારો લાવવાની શું જરૂર છે? અમે ભલે ગમે પ્રયત્ન કરીશું કે કોઈ પણ પાકિસ્તાની કલાકારને અહીં આવીને પરફોર્મ કરવા કે ફિલ્મો બતાવવા નહીં દઈએ. અત્યારે એવી વાતો ચાલી રહી છે કે પાકિસ્તાની કલાકારો અહીં આવીને પોતાનો પ્રચાર કરશે. તેથી હું તેમને કહેવા માગુ છું કે વિચાર પણ ન કરો. પ્રમોશન વિશે વિચારશો નહીં, નહીં તો તમને માર પડશે. હાથ-પગ તોડી નાખવામાં આવશે.
2016માં ઉરી આતંકી હુમલા બાદ પાકિસ્તાની કલાકારો પર ભારતમાં કામ (The Legend of Maula Jatt) કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. `સુરક્ષા` અને `દેશભક્તિ`ને ટાંકીને ભારતીય મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશને એક નિયમ બનાવ્યો હતો કે તેઓ સરહદ પારની પ્રતિભાઓને ભારતમાં કામ કરવા દેશે નહીં. જે પછી ફવાદ ખાન, માહિરા ખાન, અલી ઝફર અને રાહત ફતેહ અલી ખાન જેવા કલાકારો બૉલિવૂડમાં કામ કરતા જોવા મળ્યા નથી.
ઑક્ટોબર 2023 માં, બોમ્બે હાઈ કોર્ટે (The Legend of Maula Jatt) આ પ્રતિબંધ ઉઠાવી લીધો, તેને `સાંસ્કૃતિક સંવાદિતા, એકતા અને શાંતિ માટે પ્રતિકૂળ` ગણાવ્યો. કોર્ટે એમ પણ કહ્યું કે વિદેશીઓ, ખાસ કરીને પડોશી દેશોના નાગરિકોનો વિરોધ કરવો એ દેશભક્તિ દર્શાવતું નથી. કોર્ટના નિર્ણય બાદ પાકિસ્તાની કલાકારો માટે ભારતીય ફિલ્મોમાં કામ કરવાના દરવાજા ખુલી ગયા છે. આને ધ્યાનમાં રાખીને, ઝી જીંદગીએ ભારતમાં ફિલ્મ `ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ` રિલીઝ કરવાની જાહેરાત કરી હતી. તેની રિલીઝ ડેટ ત્રણ ઑક્ટોબર નક્કી કરવામાં આવી છે.