ચેમ્બુરની સ્કૂલમાં પાંચમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીને ટીચરે માર્યું, પેરન્ટ્સે કરી પોલીસમાં ફરિયાદ

27 March, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાળકીના પિતાનું કહેવું હતું કે તેની દીકરી માત્ર પાછળ જોઈ રહી હતી. પોલીસે ટીચર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

પ્રતીકાત્મક તસવીર

ચેમ્બુરની એક સ્કૂલમાં ૧૧ વર્ષની વિદ્યાર્થિની ચાલુ ક્લાસે વાતો કરતી હોવાનું કહી તેને હાથ પર સોટી મારી સજા આપનાર શિક્ષિકા સામે પોલીસ-ફરિયાદ કરવામાં આવી છે. પાંચમા ધોરણમાં ભણતી બાળકી ચાલુ ક્લાસે વાતો કરતી હોવાથી ૨૧ માર્ચે તેને ટીચરે સજા કરતાં નેતરની સોટીથી હાથમાં વારંવાર માર્યું હતું, જેના કારણે તેને ઈજા થઈ હતી. એથી બાળકીના પિતાએ આ સંદર્ભે ચેમ્બુર પોલીસ-સ્ટેશનમાં શિ​િક્ષકા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. બાળકીના પિતાનું કહેવું હતું કે તેની દીકરી માત્ર પાછળ જોઈ રહી હતી. પોલીસે ટીચર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

chembur mumbai news mumbai mumbai police Crime News mumbai crime branch