ટીપુ સુલતાનની તસવીર સાથે વાંધાજનક ઑડિયોને કારણે કોલ્હાપુરમાં તોફાનો

08 June, 2023 01:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બુધવારે બપોરથી ગુરુવારે સાંજ સુધી અથવા પરિસ્થિતિના આધારે ઇન્ટરનેટ સર્વિસ સ્થગિત કરવામાં આવી છે

કોલ્હાપુરમાં તોફાનો

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પોલીસે બુધવારે ટીપુ સુલતાનની તસવીરના કથિત ઉપયોગના વિરોધમાં પથ્થરમારો કરનાર ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. મંગળવારે શહેરમાં બે વ્યક્તિએ ૧૮મી સદીના મૈસૂરના શાસક ટીપુ સુલતાનની તસવીર સાથે તેમના સોશ્યલ મીડિયા સ્ટેટસ તરીકે અપમાનજનક ઑડિયો મેસેજ મૂક્યા બાદ મંગળવારે શહેરમાં તનાવ વધ્યો હતો. એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ બુધવારે બપોરથી ગુરુવારે સાંજ સુધી અથવા પરિસ્થિતિના આધારે ઇન્ટરનેટ સર્વિસ સ્થગિત કરવામાં આવી છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે જમણેરી કાર્યકરોના એક જૂથે બંને વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી હતી. એને પગલે બંને વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે સાંજે બીજો એફઆઇઆર રજિસ્ટર કર્યો હતો અને વધુ વિરોધ-પ્રદર્શન થયા પછી સાત લોકોની ધરપકડ કરી હતી.

કોલ્હાપુરના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસે મહેન્દ્ર પંડિતે જણાવ્યું હતું કે ‘અમે પ્રદર્શનકારીઓને પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી વિશે જાણ કરીને તેમને શાંત રહેવાની અપીલ કરી. તેમના દ્વારા ઘર અને વાહનોને નુકસાન પહોંચાડ્યા પછી જ બળ અને ટિયરગૅસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.’

kolhapur tipu sultan maharashtra mumbai mumbai news