26 January, 2025 08:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શરદ પવાર
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના સ્થાપક અને મહારાષ્ટ્રના પીઢ નેતા શરદ પવારની તબિયત ગઈ કાલે અચાનક ખરાબ થઈ ગઈ હતી. ખૂબ જ કફ થઈ જવાથી તેમને બોલવામાં તકલીફ થઈ રહી છે એટલે ડૉક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. આથી શરદ પવારે તેમના ચાર દિવસના તમામ કાર્યક્રમ રદ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.