Pune Crime: કારની EMI ન ભરી શકનાર માથાફરેલ પતિએ બાથરૂમમાં કેમેરા લગાડ્યા અને....

24 July, 2025 07:00 AM IST  |  Pune | Gujarati Mid-day Online Correspondent

Pune Crime: પોતાની ક્લાસ વન અધિકારીના હોદ્દા પર રહેલી પત્ની પર નજર રાખવા માટે આરોપીએ ઘરમાં જાસૂસી કેમેરા લગાવ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

પુણેમાંથી હેરાન કરી મૂકે તેવા સમાચાર (Pune Crime) મળી રહ્યાં છે. અહીં એક શખ્સે પોતાની જ ક્લાસ વન અધિકારી પત્નીનો સ્નાન કરતી વેળાનો વિડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી. એટલું જ નહીં આવી ચીમકી આપીને તેણે પત્ની પાસેથી ઘર, ગાડીના હપ્તાઓ ચૂકવવા દોઢ લાખ રૂપિયાની માગણી કરી હતી. 

રિપોર્ટ પ્રમાણે પોતાની ક્લાસ વન અધિકારીના હોદ્દા પર રહેલી પત્ની પર નજર રાખવા માટે આરોપીએ ઘરમાં જાસૂસી કેમેરા લગાવ્યા હતા, જેથી તે પોતાની જ પત્નીના સ્નાન વેળાના વિડિયો શૂટ કરી શકે. આ શખ્સે પોતાની જ પત્નીનો આવો વિડિયો કેમેરામાં છુપી રીતે લીધો હતો. અને તેને વાઈરલ કરી દેવાના નામે પત્નીને બ્લેકમેલ કરી હતી. આ કેસમાં પત્નીએ આંબેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી પતિની સાથે જ અન્ય સાત સાસરિયાઓ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.

સાસરિયાવાળાઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે

૩૦ વર્ષની ક્લાસ વન અધિકારી મહિલાએ આંબેગાંવ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ (Pune Crime) નોંધાવતા જણાવ્યું હતું કે તેના પતિએ તે ન્હાઈ રહી હતી તે સમયનો વિડિયો વાઈરલ કરવાની ધમકી આપી છે. આ સાથે જ કારના હપ્તાની ભરપાઈ કરવા માટે 1.5 લાખ રૂપિયાની પણ માગણી કરી હતી. અત્યારે આ મામલે સાત લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમાં સાસુ, સસરા, દિયર અને ઈત્તર સાસરીયાવાળાઓનો સમાવેશ થાય છે.

અહેવાલો મળી રહ્યાં છે કે આ બંનેના ૨૦૨૦માં લગ્ન થયા હતા. થોડા દિવસ બધું સરસ ચાલ્યું પણ પછીથી શંકાશીલ પતિએ પત્નીને ત્રાસ આપવાનો શરુ કર્યો. વળી, પત્ની પર છાની નજર રાખવા માટે તે ઘરમાં જાસૂસી કેમેરા (Pune Crime) પણ લઇ આવ્યો હતો. પછી જ્યારે તે ઓફિસમાં જતો ત્યાં જઈને પણ તે પોતાની પત્ની પર નજર રાખતો. પતિએ તો બાથરૂમમાં પણ જાસૂસી કેમેરા લગાવ્યા હતા. જેની મદદથી તેણે પોતાની પત્નીનો સ્નાન કરતો વિડિયો પણ ઉતાર્યો હતો. આ સ્નાનના વિડિયો લીક કરવાના નામે પતિએ પત્નીને કહ્યું કે તું તારા માતાપિતા પાસેથી પૈસા નહીં લાવે તો હું આ ફૂટેજ ઓનલાઇન લીક કરી દઈશ. તું તારા મા-બાપ પાસેથી પૈસા લઇ આવ, જેથી હું તે લોન અને કારની ઇએમઆઈ ભરી શકું.

Pune Crime: હાલમાં સર્વેલન્સ ડિવાઈસીસની તપાસ કરવામાં આવી રહી છે અને વધુ પુરાવા એકત્ર કરવા માટે ઘરમાંથી ફૂટેજ મેળવવામાં આવી રહ્યા છે. આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી અને તપાસ ચાલી રહી છે. પરંતુ પોલીસે ખાતરી આપી છે કે યોગ્ય રીતે તપાસાયેલા પુરાવાના આધારે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

mumbai news mumbai pune news pune Crime News