04 February, 2026 07:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રફુલ પટેલ, નરેન્દ્ર મોદી અને અમિત શાહ
એક બાજુ બન્ને NCPના વિલીનીકરણની વાતો થઈ રહી છે ત્યારે બીજી બાજુ ગઈ કાલે પ્રફુલ પટેલે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સાથે મીટિંગ કરી હતી. જોકે બંધ દરવાજાની અંદર પાંચથી છ જ મિનિટ ચાલેલી એ મીટિંગમાં શું ચર્ચાયું એ વિશે કોઈ માહિતી બહાર આવી નહોતી. દિલ્હીમાં હાલ લોકસભાનું બજેટ-સેશન ચાલી રહ્યું છે. એથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)ના બધા જ સંસદસભ્યોની સાથે બેઠક કરી હતી. એ વખતે તેમણે અજિત પવારને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. એ પછી પ્રફુલ પટેલ સાથે તેમણે મીટિંગ કરી હતી. પ્રફુલ પટેલ NCPના મોટા નેતા છે અને કેન્દ્રીય સ્તરે જે નિર્ણયો લેવાના હોય એ પક્ષ તરફથી તેઓ લેતા હોય છે. એથી તેમની વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથેની આ મીટિંગ મહત્ત્વની હોવાનું કહેવાઈ રહ્યું છે.