✕

મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટરે ભૂમિપુત્રો સાથે કંઇક આ રીતે ઊજવી દિવાળી: પ્રાઇમ મિનિસ્ટરે કર્યાં વખાણ

08 November, 2026 12:30 PM IST  |  Nagpur | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે નાગપુરના લોહારી સાવંગા ગામના ખેડૂતો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી. આ ગામ હેમાડપંથી શિવમંદિરને કારણે પ્રસિદ્ધ છે. આ ગામને કાર નદીનું સમૃદ્ધ પ્રાકૃતિક સૌંદર્ય પણ મળ્યું છે.

મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે નાગપુરના લોહારી સાવંગા ગામના ખેડૂતો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી

મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) નાગપુરના લોહારી સાવંગા ગામના ખેડૂતો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી. આ ગામ હેમાડપંથી શિવમંદિરને કારણે પ્રસિદ્ધ છે. આ ગામને કાર નદીનું સમૃદ્ધ પ્રાકૃતિક સૌંદર્ય પણ મળ્યું છે. દેવેન્દ્ર ફડણવીસ અહીં અરુણાબાઈ બાલપાંડે અને રામભાઉ બાલપાંડેના ઘરે રોકાયા હતા. બાલપાંડે પરિવારની હૂંફભરી મહેમાનગતિ થકી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ભાવવિભોર થઈ ગયા હતા અને તેઓએ પોતાની લાગણી પણ વ્યક્ત કરી હતી.

ચીફ મિનિસ્ટરે (Devendra Fadnavis) પોતે આ ઉજવણી બાદ પોસ્ટ શૅર કરી કરતાં લખ્યું હતું કે, "આજે મને નાગપુરના લોહારી સાવંગા ગામમાં મારા ખેડૂતમિત્રો સાથે દિવાળી ઊજવવાની તક મળી.  જે હેમાડપંથી શિવ મંદિરનો ઐતિહાસિક વારસો અને કાર નદીની પ્રાકૃતિક સૌન્દર્યતાથી સમૃદ્ધ છે. જ્યારે મેં આ ભૂમિપુત્રોની દુર્દશા, તેમની વેદના અને પરિવારના ભવિષ્યની ચિંતા અંગે જાણ્યું ત્યારે દિલ ભરાઈ આવ્યું. હું અરુણાબાઈ બાલપાંડે અને રામભાઉ બાલપાંડેના ઘરે રોકાયો છું. બાલપાંડે પરિવાર દ્વારા જે ઉષ્માભરી આગતાસ્વાગતા થઈ રહી છે તેનાથી અભિભૂત થઈ ગયો છું. તેમના પ્રેમ અને આત્મીયતામાં અજબ લાગણીની ભીનાશ વર્તાઇ રહી છે"

નરેન્દ્ર મોદીએ શું લખ્યું?

જોકે, પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ પણ એક્સ પર એક પોસ્ટ લખીને મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર (Devendra Fadnavis)ની ખેડૂત પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરવાની રીતનાં વખાણ કર્યાં હતાં અને અભિનંદન પાઠવ્યા હતા. નરેન્દ્ર મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે "મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર શ્રી દેવેન્દ્ર ફડણવીસજીએ લોહારી સાવંગા ગામમાં ખેડૂતો સાથે દિવાળીની ઉજવણી કરી અને અરુણાબાઈ અને રામભાઉ બાલપાંડેના ઘરે રોકાયા પણ ખરા. તેમની આ રીતની ઉજવણી જ દર્શાવે છે કે મહારાષ્ટ્રમાં એનડીએ સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ રહીને કામ કરી રહી છે અને ભૂમિપુત્રોના કલ્યાણ માટે પ્રયાસ કરી રહી છે.

હાલમાં એકતરફ આખા દેશના દિવાળી પર્વનો માહોલ જામેલો છે ત્યારે મહારાષ્ટ્રના ખેડૂતોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો તેઓ બીજી તરફ દુષ્કાળને કારણે સર્જાયેલી આર્થિક મજબૂરી, બાળકોના શિક્ષણ અંગે પણ તેઓ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આવા સમયે જ્યારે દેવેન્દ્ર ફડણવીસે ખેડૂતોની મુલાકાત લીધી અને તેમની સાથે વાતચીત કરીને તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે ખેડૂતોના ચહેરા પર આશાનું કિરણ દેખાયું હતું. ભૂમિપુત્રોએ ચીફ મિનિસ્ટરને આ રીતે તેમની વચ્ચે જઈને તેમનાં સુખ-દુઃખમાં ભાગ લેવા બદલ આભાર માન્યો હતો.

દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) પણ ખેડૂતો સાથે બેસીને પાકને થતા નુકસાનને રોકવા માટે કયાં કયાં પગલાં લઈ શકાય તે અંગે પણ ચર્ચા કરી હતી.  તેઓએ જણાવ્યું હતું કે દુકાળની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ્યાં પણ શક્ય હોય ત્યાં કૂવાઓ ખોદવાની મંજૂરી આપવામાં આવશે. કાટોલ અને નારખેડ વિસ્તારમાં સંતરાં અને મોસંબીઓનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે. જોકે, નિકાસમાં નવા આંતરરાષ્ટ્રીય પડકારોને કારણે ખેડૂતોને નુકસાન વેઠવું પડી રહ્યું છે ત્યારે નાગપુરમાં MIHAN પ્રૉજેક્ટ હેઠળ સંતરાં અને મોસંબી પર પ્રક્રિયા કરવા માટે એક મોટો પ્રૉજેક્ટ હાથ ધરવામાં આવશે એવી પણ માહિતી આપી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ચંદ્રશેખર બાવનકુળે, આશિષ દેશમુખ વગેરે નેતાઓ પણ હાજર હતા.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra narendra modi diwali nagpur