પેટ્રોલ ને ડીઝલના ભાવમાં આજથી બે રૂપિયાનો ઘટાડો

15 March, 2024 06:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ટરનૅશનલ માર્કેટમાં ક્રૂડના ભાવમાં સારો એવો ઘટાડો થયો છે એટલે ભારત સરકાર પણ આ ઘટાડાનો લાભ ભારતીયોને આપે એવી અપેક્ષા હતી. બે વર્ષ બાદ આ ઘટાડો કરવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ભારત સરકારે ગઈ કાલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો હતો. આ ઘટાડો આજે સવારના ૬ વાગ્યાથી લાગુ થયો છે. ઇન્ટરનૅશનલ માર્કેટમાં ક્રૂડના ભાવમાં સારોએવો ઘટાડો થયો છે એટલે ભારત સરકાર પણ આ ઘટાડાનો લાભ ભારતીયોને આપે એવી અપેક્ષા હતી. બે વર્ષ બાદ આ ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા સાથે આજથી મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અનુક્રમે ૧૦૪.૩૧ રૂપિયા અને ૯૨.૨૭ રૂપિયા પ્રતિ લિટર થયા છે.

mumbai news mumbai oil prices indian oil corporation national news