મેટ્રો 2A અને 7માં હવે વૉટ્સઍપથી ટિકિટ મળશે- ૮૬૫૨૬૩૫૫૦૦ નંબર પર Hi મોકલો

13 October, 2024 08:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક જ વૉટ્સઍપથી છ ટિકિટ કઢાવી શકાશે

હવે વૉટ્સઍપ પરથી પણ ટિકિટ કઢાવી શકાશે

ડિજિટલ યુગ હવે જ્યારે હરણફાળ ભરી રહ્યો છે ત્યારે અનેક નવી-નવી સુવિધા ઉમેરાઈ રહી છે. મેટ્રો 2A (ડી.એન. નગરથી દહિસર) અને મેટ્રો 7 (દહિસરથી ગુંદવલી) માટે હવે વૉટ્સઍપ પરથી પણ ટિકિટ કઢાવી શકાશે અને એનું ઑનલાઇન પેમેન્ટ પણ કરી શકાશે, એ માટે અલગથી ઍપ ડાઉનલોડ નહીં કરવી પડે. આ સુવિધાને કારણે પૅસેન્જરોએ લાઇનમાં ઊભા રહેવાની કે પછી ટિકિટના છુટ્ટા પૈસા રાખવાની જરૂર નહીં પડે અને મેઇન તો ટાઇમ બચશે. સ્ટેશન આવતાં પહેલાં જ ટિકિટ કઢાવી સીધી એન્ટ્રી લઈ શકાશે. વળી મજાની વાત છે કે એક જ વૉટ્સઍપથી છ ટિકિટ કઢાવી શકાશે. આમ ફૅમિલી ​સાથે નીકળતા લોકોને કે મિત્રોના ગ્રુપને પણ એનાથી ટ્રાવેલ કરવામાં આસાની રહેશે.

પૅસેન્જર ૮૬૫૨૬૩૫૫૦૦ નંબર પર Hi મોકલશે એટલે તેને ઍક્સેસ મ‍ળશે અને ત્યાર બાદ તે ડેસ્ટિનેશનની પસંદગી કરી નંબર ઑફ ટિકિટ સિલેક્ટ કરી ઑનલાઇન પેમેન્ટ કરતાં જ મોબાઇલ પર ટિકિટ-ક્યુઆર કોડ આવી જશે. આમ ટાઇમ બચશે, છુટ્ટાની મારામારી બચશે અને સૌથી મહત્ત્વનું નાનું પણ મોટું કદમ એવું ટિકિટનો કાગળ બચશે. જો રોજની હજારો ટિકિટ આ રીતે નીકળે તો પર્યાવરણને પણ એ સહાયરૂપ જ ગણાશે. 

mumbai news mumbai mumbai metro mumbai traffic