✕

News In Shorts: મનોરી ડીસૅલિનેશન પ્લાન્ટના વિરોધમાં માછીમારોનો વિરોધ, મનોરી બંધના એલાનને મોળો પ્રતિસાદ

20 October, 2026 10:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દરિયાના પાણીમાંથી ક્ષાર દૂર કરવાના પ્લાન્ટના વિરોધમાં ૧૯ ઑક્ટોબરે મનોરી બંધનું એલાન આપવામાં આવ્યું હતું

તસવીર: આશિષ રાજે

મનોરીમાં પ્રસ્તાવિત ડીસૅલિનેશન પ્લાન્ટ એટલે કે દરિયાના પાણીમાંથી ક્ષાર દૂર કરવાના પ્લાન્ટના વિરોધમાં ૧૯ ઑક્ટોબરે મનોરી બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જોકે એને નહીંવત પ્રતિસાદ મળ્યો હતો. દુકાનો, રિસૉર્ટ્સ, ફેરી સેવાઓ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું. ગઈ કાલે બપોરે ૧૨ વાગ્યે મનોરી, ગોરાઈ, મઢ, વર્સોવા, કોલાબા, કફ પરેડ, ઉત્તન અને ભાઈંદરથી આવેલા માછીમારોએ હાથમાં પોસ્ટર્સ લઈને મનોરીમાં બની રહેલા ડીસૅલિનેશન પ્લાન્ટનો વિરોધ કર્યો હતો. બાંદરા-ઈસ્ટની ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની ઑફિસે વિરોધ-પ્રદર્શન કરવા જઈ રહેલા ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે તેમની ખાનગી બસને રોકી દીધી હતી. ડીસૅલિનેશન પ્લાન્ટને કારણે જળચર પ્રાણીઓને અને પર્યાવરણને અસર થવા ઉપરાંત માછીમારોની રોજીને પણ અસર થવાની ભીતિને કારણે માછીમારોએ ગઈ કાલે વિરોધ-પ્રદર્શન કરીને પ્રોજેક્ટને બંધ રાખવાની અપીલ કરી હતી. 

mumbai news mumbai gorai mumbai police