Navi Mumbai Crime: વિદ્યાર્થી સામે વિડિયોકોલમાં અર્ધનગ્ન થનાર મહિલા ટીચરની ધરપકડ થઇ

01 August, 2025 07:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Navi Mumbai Crime: આ ટીચરની ધરપકડ કરવામાં આવી છે. મહિલા ટીચરે વિડિયો ચેટમાં વિદ્યાર્થીને પોતાનું અર્ધનગ્ન શરીર બતાવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈ (Navi Mumbai Crime)ના કોપરખેરાણેમાંથી એક હચમચાવી નાખનારા સમાચાર મળી રહ્યા છે. અહીં એક મહિલા ટીચરે પોતે અર્ધનગ્ન થઈને વિદ્યાર્થીને વિડિયોકોલ કર્યો હતો. ટીચરે આવું શરમજનક કૃત્ય કરીને વિદ્યાર્થીને ઉત્તેજિત કરવાનો પ્રયાસ કર્યો હતો. 

આ બીના બની ત્યારથી લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે. અને ટીચર સામે ગુનો દાખલ કરવા પણ દબાણ કરી રહ્યાં હતા. હવે આ ટીચરની ધરપકડ કરવામાં આવી છે. મહિલા ટીચરે વિડિયો ચેટમાં વિદ્યાર્થીને પોતાનું અર્ધનગ્ન શરીર બતાવ્યું હતું અને અશ્લીલ હરકતો (Navi Mumbai Crime) પણ કરી હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર નવી મુંબઈ પોલીસ કમિશનરેટ વિસ્તારની રહેવાસી અને 35 વર્ષીય મહિલા ટીચર ઇન્સ્ટાગ્રામ પર સગીર વયના એક વિદ્યાર્થીના સંપર્કમાં આવી હતી. થોડા સમય પછી બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી. એવું જાણવા મળ્યું હતું કે 27 જુલાઈની રાત્રે આ મહિલા ટીચરે છોકરાને વીડિયોકોલ કર્યો હતો અને તે સમયે પોતાનું અર્ધનગ્ન શરીર દેખાતું હતું. સમજદારીપૂર્વક વિદ્યાર્થીએ વીડિયોનું સ્ક્રીન રેકોર્ડિંગ ઓન કરી નાખ્યું હતું. જેથી ટીચરની ગંદી કરતૂતને મોબાઇલ ફોનમાં સેવ કરી શકાય અને પછી તેનો ભાંડો ફોડી શકાય. કોપરખૈરાણે પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક ઔદુમ્બર પાટિલે જણાવ્યું હતું કે આરોપી મહિલા ટીચર સામે પોસ્કો એક્ટની કલમ 11 અને 12 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. તેની ધરપકડ બાદ આ મહિલાને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. અને તેને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવી છે. વરિષ્ઠ પોલીસ અધિકારી જણાવે છે કે "તે પછી આરોપી શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ કોર્ટે તેણીને એક દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દીધી હતી"

અહેવાલો (Navi Mumbai Crime) અનુસાર ઉલ્વે વિસ્તારના રહેવાસી એવી આ મહિલા ટીચરે અન્ય કેટલાક સગીર વિદ્યાર્થીઓને પણ ઉત્તેજિત કર્યા હતા. હવે એ તપાસનો વિષય છે કે શું આ મહિલા ટીચરે આ વિદ્યાર્થીઓ સાથે દુર્વ્યવહાર કર્યો છે કે કેમ. પોલીસ વધુ તપાસ કરી રહી છે. જોકે, શિક્ષકની આ હરકતથી તેમની હાથ નીચે ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને આંચકો લાગ્યો છે.

થોડા અઠવાડિયા પહેલાં દાદરની એક પ્રતિષ્ઠિત શાળાના શિક્ષકે એક વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ (Navi Mumbai Crime) બાંધ્યો હતો. શિક્ષક તેની ગર્લફ્રેન્ડ દ્વારા વિદ્યાર્થીને ફસાવતો હતો અને તેને દક્ષિણ મુંબઈની કેટલીક ફાઇવ સ્ટાર હોટલમાં લઈ જતો હતો. ત્યાં તેણે તેની સાથે સેક્સ કર્યું હતું. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે છોકરાના માતા-પિતાને શંકા થઈ અને તેમણે તેની પૂછપરછ કરી. શિક્ષકે અદાલત સમક્ષ દાવો કર્યો હતો કે બંને વચ્ચેના સંબંધો સંમતિથી થયા હતા.

mumbai news mumbai Crime News Protection of Children from Sexual Offences Act POCSO navi mumbai mumbai police