14 September, 2026 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
હવામાન ખાતાની આગાહી મુજબ શનિવારે અને રવિવારે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે અચાનક ફરીથી દેખા દીધી ત્યારે નાલાસોપારા-વેસ્ટના યશવંત ગૌરવ વિસ્તારમાં ગણેશભક્તો દ્વારા લઈ જવામાં આવતી મૂર્તિને એ વરસાદમાં ખરાબ ન થાય એ માટે પ્લાસ્ટિક ચડાવવાનો પ્રયાસ કરતી વખતે મૂર્તિ અચાનક પડી ગઈ હતી. મૂર્તિની નીચે ચારથી પાંચ ગણેશભક્તો ફસાઈ ગયા હતા. આ ઘટનામાં અમુક લોકોને ઈજા થઈ હતી. જોકે સદ્ભાગ્યે મૂર્તિને કોઈ નુકસાન થયું નહોતું. પોલીસને આ વાતની જાણ થતાં જ રેસ્ક્યુ માટે ટીમ રવાના કરવામાં આવી હતી અને મૂર્તિ નીચે ફસાયેલા ગણેશભક્તોને સુખરૂપ બહાર કાઢવામાં આવ્યા હતા. નીચે ફસાયેલા કોઈને પણ ગંભીર ઈજા પહોંચી નહોતી.