કૈસા હરાયા જેવા નિવેદનથી ચર્ચામાં આવેલી મુંબ્રાની નગરસેવિકા સેહર શેખ જાતિના ખોટા પ્રમાણપત્રના મામલે મુશ્કેલીમા

16 April, 2026 11:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તપાસ દરમ્યાન એ પણ બહાર આવ્યું છે કે સેહર શેખ મૂળ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની રહેવાસી છે અને મહારાષ્ટ્રમાં આરક્ષણનો લાભ લેવા માટે ખોટી માહિતી રજૂ કરવામાં આવી હોવાનું કહેવાય છે.

સેહર શેખ

AIMIMની મુંબ્રાના પ્રભાગ-નંબર ૩૦ની નગરસેવિકા સેહર શેખ હવે ગંભીર મુશ્કેલીમાં ફસાઈ છે. ચૂંટણી-પરિણામ બાદ ‘કૈસા હરાયા’ જેવા નિવેદનથી ચર્ચામાં આવેલી સેહર શેખ હવે જાતિ પ્રમાણપત્રના વિવાદને કારણે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે. થાણેના તહસીલદાર ઉમેશ પાટીલ દ્વારા સેહર શેખના જાતિ પ્રમાણપત્ર અંગેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં આ પ્રમાણપત્ર પ્રથમ દૃષ્ટિએ ગેરકાયદે હોવાનું સામે આવ્યું છે. આ અહેવાલને કારણે સેહર શેખનું નગરસેવિકાપદ જોખમમાં મુકાયું છે. તપાસ દરમ્યાન એ પણ બહાર આવ્યું છે કે સેહર શેખ મૂળ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની રહેવાસી છે અને મહારાષ્ટ્રમાં આરક્ષણનો લાભ લેવા માટે ખોટી માહિતી રજૂ કરવામાં આવી હોવાનું કહેવાય છે.

mumbai news mumbai mumbra political news maharashtra news maharashtra uttar pradesh ghaziabad