મુંબઈમાં વાહન ચલાવનાર ત્રણમાંથી એક ડ્રાઇવર મહિલા

01 May, 2026 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોરીવલી RTOમાંથી એક વર્ષ દરમ્યાન ૮૭,૪૭૯ મહિલાઓએ લાઇસન્સ મેળવ્યાં

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈમાં વ્હીકલ ચલાવતા લોકોમાં ત્રીજા ભાગની મહિલાઓ છે. મુંબઈમાં લગભગ ૩૩ લાખ મહિલાઓ પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે. એપ્રિલ ૨૦૨૫થી ૩૦ માર્ચ ૨૦૨૬ દરમ્યાન ૮૭,૪૭૯ મહિલાઓએ બોરીવલી રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) પાસેથી લાઇસન્સ મેળવ્યાં છે. કૉલેજ જવા, બજાર જવા, ઘરેથી રેલવે-સ્ટેશન જવા અથવા નાનાં ઘરકામ માટે વાહન ચલાવતી યુવતીઓની સંખ્યામાં વધારો થયો છે. જોકે ડેટા મુજબ મહિલાઓ સૌથી વધુ ટૂ-વ્હીલર ચલાવવાનું પસંદ કરે છે.

મુંબઈમાં લગભગ ૫૪ લાખ વાહનો નોંધાયાં છે એમાંથી ૧૫ લાખ ફોર-વ્હીલર અને ૩૩ લાખ ટૂ-વ્હીલર છે. ૨૦૨૫ની ૨૫ એપ્રિલથી માર્ચ ૨૦૨૬ દરમ્યાન મુંબઈની ચાર RTOમાંથી ૨,૩૩,૧૬૧ નવાં ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યુ થયાં છે. આમાં મહિલાઓની સંખ્યા લગભગ એક લાખ જેટલી છે અને એમાં યુવતીઓની સંખ્યા વધુ છે. મોટા ભાગની મહિલાઓ કમ્પ્યુટરાઇઝ્ડ ટેસ્ટ માટે ડ્રાઇવિંગ સ્કૂલમાંથી આવે છે.

અંધેરી અને બોરીવલી RTOમાંથી લાઇસન્સ લેતી મહિલાઓની સંખ્યા પ્રમાણમાં વધારે છે. ઇલેક્ટ્રિક વાહનો માટે સરકારી પ્રોત્સાહનો અને સબસિડીને કારણે ઘણી મહિલાઓ 
ઈ-ટૂ-વ્હીલર ખરીદવા તરફ વળી રહી છે.

regional transport office maharashtra maharashtra news mumbai mumbai news borivali andheri