01 November, 2024 10:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પુણેથી સાઉથ મુંબઈની સર એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલના દરદીમાં પ્રત્યારોપણ કરવા માટે હૃદય અને લિવર ડોનેટ કરાયાં હતાં જે સમયસર દરદીને મળી શકે એ માટે મુંબઈ ટ્રાફિક પોલીસે બુધવારે ગ્રીન કૉરિડોર બનાવ્યો હતો અને ૧૯ મિનિટમાં જ એ અંતર પાર કરી એની ડિલિવરી કરાઈ હતી. જેના કારણે એ મેળવનાર દરદીનો જીવ બચાવી શકાયો હતો. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર બુધવારે સવારના ૭ વાગ્યે એ હૃદય અને લિવર ઍરપોર્ટના ગેટ નંબર ૮થી બહાર લાવવામાં આવ્યાં હતાં. માત્ર બે જ મિનિટમાં એને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પહોંચાડી દેવાયાં હતાં અને ત્યાંથી પછી ગ્રીન કૉરિડોર બનાવી ૧૯ મિનિટમાં સર એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતાં.