09 January, 2025 10:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ભાઉ દાજી લાડ મ્યુઝિયમના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ટૂરિઝમ અને સ્કિલ ડેવલપમેન્ટ મિનિસ્ટર મંગલપ્રભાત લોઢા, BMCના ઍડ્મિનિસ્ટ્રેટર-કમ-કમિશનર ભૂષણ ગગરાણી અને શિવસેનાના સંસદસભ્ય મિલિન્દ દેવરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર - અતુલ કાંબળે)
ભાયખલામાં રાણીબાગની બાજુમાં ૬ કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેટ કરવામાં આવેલું મુંબઈનું પહેલવહેલું ભાઉ દાજી લાડ મ્યુઝિયમ ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જનતા માટે ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘આ મ્યુઝિયમ સંસ્કૃતિ અને ઇતિહાસનું પ્રતીક હોવાની સાથે સમાજની સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંરચનાનું સાક્ષી છે. ભાવિ પેઢીને આપણો સંપન્ન ઇતિહાસ, વારસો સમજવા માટે મ્યુઝિયમ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. મુંબઈનું આ સૌપ્રથમ ભાઉ દાજી લાડ મ્યુઝિયમ નવેસરથી બનીને તૈયાર થઈ ગયું છે એ મુંબઈમાં આવતા પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર બનશે. આનાથી મુંબઈ સહિત રાજ્યના પર્યટનને પ્રોત્સાહન મળશે.’
મ્યુઝિયમમાં રાખવામાં આવેલી ઐતિહાસિક ધરોહરોને નિહાળી રહેલા લોકો.