બીએમસી વૉર્ડનું આરક્ષણ હવે પાંચને બદલે 10 વર્ષે બદલાશે

11 March, 2021 08:50 AM IST  |  Mumbai | Mid-day Correspondent

બીએમસી વૉર્ડનું આરક્ષણ હવે પાંચને બદલે 10 વર્ષે બદલાશે

બીએમસી

મુંબઈ મહાનગરપાલિકામાં વૉર્ડના આરક્ષણમાં દર પાંચ વર્ષે ફેરફાર કરાય છે. આને લીધે ઘણી વાર નગરસેવકોએ પોતાની બેઠક ગુમાવવી પડે છે અથવા તો વૉર્ડ બદલવો પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રિઝર્વેશન પાંચને બદલે ૧૦ વર્ષે બદલવાનો પ્રસ્તાવ સ્ટૅન્ડિંગ કમિટીમાં લવાયો હતો, જે બહુમતીથી પસાર થયો હતો. જોકે બીજેપીએ પાલિકાના આ ઠરાવનો વિરોધ કર્યો હતો.
મુંબઈ મહાનગરપાલિકાના કુલ ૨૨૭ વૉર્ડમાંથી ૫૦ ટકા ઓપન રખાય છે, જ્યારે બાકીના ૫૦ ટકામાં મહિલા સહિત વિવિધ જા‌‌તિ-અનુજાતિ માટે આરક્ષણ હોય છે. દર પાંચ વર્ષે ઓપન વૉર્ડમાં આગામી ચૂંટણીમાં અન્ય જાતિ કે મહિલા માટે નવેસરથી આરક્ષણ જાહેર કરાય છે. આને કારણે અનેક વખત જે-તે સમયના નગરસેવકોએ આજુબાજુના વિભાગમાં કામ કરવાની શરૂઆત ચૂંટણીના થોડા મહિના પહેલાં કરવી પડે છે. આથી નગરસેવકના પોતાના વૉર્ડમાં કામ પર અસર થતી હોવાનું ધ્યાનમાં આવતાં પાંચને બદલે દર ૧૦ વર્ષે આરક્ષણમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ સ્ટૅન્ડિંગ કમિટી સમક્ષ વિનંતી જાધવે કરી હતી.

જોકે બીજેપીના ચારકોપ વિસ્તારના વિધાનસભ્ય અને નગરસેવક યોગેશ સાગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાલિકાનો આ ઠરાવ નિયમ અને કાયદાની વિરુદ્ધનો છે. આપણા બંધારણમાં મૂળભૂત અને સમાન અધિકાર બધાને અપાયો છે એને કોઈ આવી રીતે મરડી ન શકે. પાલિકામાં મંજૂર કરાયેલો આ ઠરાવ રાજ્ય સરકાર બહુમતીના જોરે કાયદામાં ફેરફાર કરીને પસાર કરી દેશે તો પણ કોર્ટમાં એ ચૅલેન્જ થવાની ભારોભાર શક્યતા છે.’

mumbai mumbai news brihanmumbai municipal corporatio