14 March, 2026 09:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકાદ-બે દિવસ મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં આવી જ રીતે ગરમીનો પારો ૩-૩ ડિગ્રી ઉપર રહેશે એવી આગાહી
મુંબઈમા ફરી એક વાર ટેમ્પરેચર વધી જતાં મુંબઈગરા માર્ચમાં જ ગરમીથી પરેશાન થઈ ગયા છે. વિક્રોલીમાં ગઈ કાલે પારો ૩૯.૭ ડિગ્રી પહોંચી ગયો હતો એટલું જ નહીં, વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધુ હોવાથી લોકો પરેસેવાથી રેબઝેબ થઈ ગયા હતા. હજી એકાદ-બે દિવસ મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં આવી જ રીતે ગરમીનો પારો ૩-૩ ડિગ્રી ઉપર રહેશે એવી આગાહી હવામાન ખાતાએ કરી છે. એ પછી ધીમે-ધીમે પારો થોડો નીચે આવશે એવી શક્યતા દર્શાવાઈ છે. ગઈ કાલે રાજ્યમાં સૌથી વધુ તાપમાન નંદુરબારમાં ૪૧ ડિગ્રી અને સૌથી ઓછું તાપમાન જેઉરમાં ૧૬ ડિગ્રી નોંધાયું હતું. નૉર્થ કોકણમાં આજે પણ કેટલીક જગ્યાએ ગરમી અને ભેજનું પ્રમાણ જોવા મળશે, જ્યારે મરાઠવાડામાં કડાકા-ભડાકા અને ૩૦-૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદ પડવાની શક્યતા દર્શાવાઈ છે.
|
ગઈ કાલે વિવિધ વિસ્તારોનું તાપમાન |
|
|
વિક્રોલી |
૩૯.૭ |
|
રામ મંદિર |
૩૮.૬ |
|
વિદ્યાવિહાર |
૩૭.૯ |
|
તાતા પાવર-ચેમ્બુર |
૩૭.૧ |
|
દહિસર |
૩૬.૭ |