24 August, 2022 07:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
ક્રિકેટ બુકીઓ સોનુ જાલાન, કેતન તન્ના, જય તન્ના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, જેમણે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
બુકી સોનુ જાલાન ઉર્ફે સોનુ મલાડ, જે ભારતના સટ્ટાબાજીના બજારનું મોટું નામ છે, તેણે કેતન તન્ના અને જય તન્ના પર મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ પાસેથી 50 લાખ રૂપિયાની ખંડણી માગવાનો આરોપ મૂક્યો હતો. સોનુ જાલાન અને કેતન તન્નાએ નોંધાવેલા ગુનામાં આરોપી વિકાસ દાભાડેની ફરિયાદ અનુસાર, ભારતીય દંડ સંહિતાની કલમ 384, 389 અને 120 બી હેઠળ થાણેનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. ષડયંત્ર રચવા અને ખંડણી વસૂલવાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે.
કોણ છે સોનુ જાલાન?
સોનુ જાલાન મુંબઈના સટ્ટાબાજીના બજારનો મોટો બુકી છે અને વિદેશમાં તેના ઘણા ગ્રાહકો છે. તે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને સાઉદી અરેબિયાના ગ્રાહકો સાથે સતત સંપર્કમાં છે. ભારતમાં તેની એક મોટી ગેંગ છે અને તેના દિલ્હી, કોલકાતા, રાજસ્થાન, ગુજરાત, હરિયાણાના પંટરો સટ્ટો રમે છે. કાંદિવલીના અગ્રવાલ રેસિડેન્સીમાં રહેતા સોનુ જાલાનની મુંબઈ પોલીસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા અનેક વખત ધરપકડ કરી છે.