✕

દિવાળીમાં કંદીલ લગાવજો, ઉડાડતા નહીં: કંદીલ ઉડાડવા પર એક મહિનાનો પ્રતિબંધ

30 October, 2026 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિવાળી આવી રહી છે એને ધ્યાનમાં લઈને આ આદેશ બહાર પાડવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

કોઈ પ્રકારની દુર્ઘટના ન ઘટે, જાન-માલનું નુકસાન ન થાય એ માટે મુંબઈ પોલીસ દ્વારા આખા મુંબઈમાં ૩૧ ઑક્ટોબરથી ૨૯ નવેમ્બર સુધી એટલે કે લગભગ એક મહિના સુધી કંદીલ ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ આદેશ બહાર પાડવામાં આવ્યો છે જે મુંબઈ કમિશનરેટની અંતર્ગત આવતા બધા જ વિસ્તારમાં લાગુ થશે. મુંબઈ પોલીસ દ્વારા શહેરીજનોને આ આદેશનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), ૨૦૨૩ની કલમ 163 અંતર્ગત ગત બુધવારે આ આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. આદેશ મુજબ આકાશમાં ઉડાડી શકાય એવા કંદીલના વેચાણ, એના ઉપયોગ તથા એના સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિવાળી આવી રહી છે એને ધ્યાનમાં લઈને આ આદેશ બહાર પાડવામાં આવ્યો છે.

mumbai news mumbai diwali mumbai police