03 April, 2023 02:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન (Mumbai Central Station)ના પુનઃવિકાસ માટે હિલચાલ શરૂ થઈ ગઈ છે. વેસ્ટર્ન રેલવે અને રેલવે ડેવલપમેન્ટ લેન્ડ ઓથોરિટીએ સ્ટેશનના રિડેવલપમેન્ટ માટે પ્લાન તૈયાર કર્યો છે.
યોજના આ સિસ્ટમ પર આધારિત હશે
પુનઃવિકાસ જાહેર પરિવહનના એકીકરણની મુખ્ય વિશેષતા અને ભીડવાળા સ્ટેશનો માટે અલગ વ્યવસ્થા પર આધારિત હશે. યોજના મુજબ કોલાબા-બાંદ્રા-સીપ્ઝ મેટ્રો લાઇન (Colaba-Bandra-Seepz Metro) પરના મુંબઈ સેન્ટ્રલ મેટ્રો સ્ટેશનને રેલવે સ્ટેશન સાથે જોડવામાં આવશે. ઉપરાંત, સ્ટેશન વિસ્તારમાં ટેક્સીઓને ઊભા રહેવા માટે જગ્યા આપવામાં આવશે. બેસ્ટને પણ બસ સ્ટોપ આપવામાં આવશે.
આનંદ રાવ નાયર રોડ પર RBI બિલ્ડિંગની સામે અને મરાઠા મંદિર સિનેમા પાસે 6 મીટર પહોળા બે સ્કાયવૉક બનાવવામાં આવશે, જેનાથી મુસાફરો સુરક્ષિત રીતે રસ્તો ક્રોસ કરી શકશે. રેલવે ટ્રેકથી 32 ફૂટ ઉપર, પ્લેટફોર્મ પર સ્લેબ દ્વારા ખુલ્લી જગ્યા બનાવવામાં આવશે, જેમાં રિટેલ વેપારીઓ માટે જગ્યા હશે.
પ્લેટફોર્મ પરથી આ સ્થળે પહોંચવા માટે એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા હશે. પૂર્વ-પશ્ચિમ દિશાને જોડતા કોન્કોર્સ પર 16 મીટર પહોળી ફૂટપાથ બનાવવામાં આવશે. આ ફૂટપાથ મુસાફરો ઉપરાંત સરેક નાગરિકોના ઉપયોગ માટે ખુલ્લો રાખવામાં આવશે.
બીજી તરફ મુંબઈ મેટ્રો (Mumbai Metro) લાઈન્સ 2A અને 7 શરૂ થયાના બે મહિનામાં જ દરરોજ લગભગ 1.4 લાખની રાઈડર્સશિપમાં વધારો જોવા મળી રહી છે. પેસેન્જર ટ્રેન્ડ દર્શાવે છે કે અંધેરી વેસ્ટ (ડીએન નગર) અને ગુંદાવલીમાં સૌથી વધુ મુસાફરો છે. દરમિયાન, કાંદિવલી-અંધેરી (પશ્ચિમ) વિભાગ મુંબઈ મેટ્રોનો સૌથી લોકપ્રિય માર્ગ છે.
આ પણ વાંચો: Mumbai Metro: લાઈન 2A અને 7ને અભૂતપૂર્વ પ્રતિસાદ, દરરોજ આટલા લાખ લોકો કરે છે મુસાફરી
કુલ 53 દિવસમાં 1,06,470 મુસાફરોએ કાંદિવલીથી અંધેરી (પશ્ચિમ) સુધી મુસાફરી કરી હતી અને 99,140 મુસાફરોએ કાંદિવલી પશ્ચિમ (Kandivli West), દહાણુકરવાડી થઈને પરત ફર્યા હતા. તેથી, દૈનિક મુસાફરોની સરેરાશ સવારી અનુક્રમે 2,009 અને 1,871 હતી. ડેટા દર્શાવે છે કે મેટ્રો 2A પર અંધેરી વેસ્ટ (ડીએન નગર) અને મેટ્રો 7 પર ગુંદાવલીમાં દૈનિક સરેરાશ 14,000થી 15,000ની રેન્જમાં સૌથી વધુ ભીડ છે.